Anant Radhika Engagement: અંબાણી પરિવારમાં અત્યારે ખુશીનો માહોલ છવાઇ ગયો છે, કેમ કે અંબાણી પરિવારમાં નાની દીકરાની સગાઇ છે, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અનંત અંબાણીના એન્ગેજમેન્ટ અત્યારે રાધિકા મર્ચન્ટ સાથે થઇ રહ્યા છે, આ રોકમાં આખુ બૉલીવુડ સામેલ થતુ દેખાઇ રહ્યું છે. આ બધાની વચ્ચે રાધિક મર્ચન્ટની મહેન્દી સેરેમનીની તસવીરો વાયરલ થઇ છે, જેમાં તેને પિન્ક કલરનો લેંઘો પહેરેલો છે. 


તાજેતરમાં સોશ્યલ મીડિયા પર રાધિકા મર્ચન્ટનો આ પિન્ક અવતાર ખુબ વાયરલ થઇ રહ્યો છે. ઓવરઓલ લૂકની વાત કરીએ તો તેને પિન્ક આઉટફિટની સાથે પૉલ્કી ચૉકર નેકલેસ મેચિંગ ઇયરરિંગ્સ અને માંગમાં ટીકો લગાવેલો છે. આ લૂક ખુબ ટ્રેન્ડી લાગી રહ્યો છે. 


આ ઉપરાંત રાધિકા મર્ચન્ટનો એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે નાચતી દેખાઇ રહી છે, આ વીડિયોમાં રાધિકા પોતાની મહેંદી સેરેમનીમાં આલિયા ભટ્ટના ગીત ઘર મોરે પરદેસિયા પર જબરદસ્ત ઠુમકા ડાન્સ લગાવતી દેખાઇ રહી છે. 






રાધિકાની સાથે સાથે ઇશા અંબાણીનો લૂક પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પણ લાઇટ પિન્ક કલરનો ઇન્ડિયન આઉટફિટ કેરી કરેલી દેખાઇ રહી છે. ખાસ વાત છે કે, રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારની નાની વહુરાણી બનવા જઇ રહી છે. રાધિકા મર્ચન્ટની સગાઇ પહેલાથી જ અનંત અંબાણી સાથે થઇ ગઇ છે.