Stock Market Closing, 19th January, 2023:  ભારતીય શેરબજારમાં બે દિવસની તેજી પર આજે બ્રેક લાગી. મોટાભાગના સેક્ટર રેડ ઝોનમાં બંધ થયા છે. અદાણી એન્ટરપ્રાઇઝ અને એશિયન પેઇન્ટ્સ ટોપ લૂઝર્સ રહ્યા.

શેરબજારમાં કેમ થયો ઘટાડો

અમેરિકામાં નબળા આર્થિક ડેટાને કારણે મંદીનો ડર વધુ ઘેરો બન્યો છે. જેના કારણે અમેરિકાના બજારમાં મંદીની ચાલ જોવા મળી હતી. આ જ ક્રમમાં આજે ભારતીય બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો. ગુરુવારના કારોબારી દિવસના અંતે સેન્સેક્સ 187.31 પોઇન્ટના ઘટાડા સાથે 60585.43 પર, નિફ્ટી 57.5 પોઇન્ટના ઘટાડા સાથે 18107.85 પોઇન્ટ પર બંધ રહ્યા. આજે માર્કેટ કેપ ઘટીને 281.66 લાખ કરોડ થઈ છે.


કેટલી થઈ રોકાણકારોની સંપત્તિ

ગુરુવારના ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ 281.66 લાખ કરોડ થઈ. બુધવારના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ 282.68 લાખ કરોડ થઈ હતી.  મંગળવારના ઉછાળા બાદ માર્કેટ કેપ વધીને 281.93 લાખ કરોડ રૂપિયા થઈ હતી. જે સોમવારે 280.71 લાખ કરોડ  રૂપિયા હતી.  

આજે બજારની કેવી થઈ હતી શરૂઆત

બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 61045.74ની સામે 125.72 પોઈન્ટ ઘટીને 60920.02 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18165.35ની સામે 45.55 પોઈન્ટ ઘટીને 18119.8 પર ખુલ્યો હતો.


સેક્ટર અપડેટ

બજારમાં આજે આઈટી ઈન્ડેક્સ, પીએસયુ બેંક ઈન્ડેક્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર તેજી સાથે બંધ થયા છે. જ્યારે બેન્કિંગ, ઓટો, ફાર્મા, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એનર્જી, મેટલ્સ સેક્ટરના શેર ઘટીને બંધ થયા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઘટાડાને કારણે બંનેના ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 19 શેરો ઉછાળા સાથે જ્યારે 31 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 11 શેર ઉછાળા સાથે જ્યારે 19 નુકસાન સાથે બંધ થયા હતા.

વધેલા-ઘટેલા શેર્સ

વધેલા શેર્સ પર નજર કરીએ તો, ટાટા સ્ટીલ 0.73 ટકા, પાવર ગ્રીડ 0.66 ટકા, ટેક મહિન્દ્રા 0.48 ટકા, HDFC બેન્ક 0.43 ટકા, એક્સિસ બેન્ક 0.33 ટકાના વધારા સાથે બંધ થયા હતા. તો એશિયન પેઇન્ટ્સ 2.53 ટકા, ટાટા મોટર્સ 1.91 ટકા, કોટક મહિન્દ્રા 1.81 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.66 ટકા, ટાઇટન કંપની 1.63 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ (ટકાવારીમાં)
BSE Sensex 60,837.78 61,032.47 60,716.55 -0.34%
BSE SmallCap 28,785.54 28,862.48 28,735.98 -0.19%
India VIX 14.05 14.83 13.89 -2.26%
NIFTY Midcap 100 31,344.60 31,388.30 31,221.00 -0.11%
NIFTY Smallcap 100 9,618.30 9,663.90 9,609.25 -0.54%
NIfty smallcap 50 4,315.70 4,335.80 4,308.40 -0.52%
Nifty 100 18,225.35 18,291.65 18,202.80 -0.45%
Nifty 200 9,541.65 9,564.25 9,520.55 -0.31%
Nifty 50 18,107.85 18,155.20 18,063.75 -0.32%