Railway DA Hike 2026: કેન્દ્ર સરકારના પગલે ચાલીને હવે રેલવે બોર્ડે પણ પોતાના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ખુશખબર આપી છે. રેલવે વિભાગે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) માં 2% નો વધારો જાહેર કર્યો છે. એટલે કે, હવે તેમને 58% ને બદલે 60% DA નો લાભ મળશે. ખાસ વાત એ છે કે આ વધારો 1 જાન્યુઆરી 2026 થી જ લાગુ ગણાશે, જેના કારણે કર્મચારીઓને છેલ્લા ચાર મહિનાનો બાકી રહેલો પગાર (એરિયર્સ) પણ એકસાથે ચૂકવવામાં આવશે.

Continues below advertisement

7મા પગાર પંચના નિયમો હેઠળ લેવાયેલા આ નિર્ણયથી રેલવેમાં કામ કરતા અને નિવૃત્ત થઈ ચૂકેલા (પેન્શનરો) બંને વર્ગના લોકોના ખિસ્સામાં દર મહિને વધુ રકમ આવશે. નોંધનીય છે કે, ગયા મહિને જ કેન્દ્રીય કેબિનેટે વધતી મોંઘવારી સામે રક્ષણ આપવા માટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના DA અને DR માં 2 ટકાનો વધારો મંજૂર કર્યો હતો. આ જ નિર્ણયને હવે રેલવે બોર્ડે સત્તાવાર રીતે પોતાના તમામ સેવા આપતા કર્મચારીઓ અને કુટુંબ પેન્શનરો માટે પણ લાગુ કરી દીધો છે.

Continues below advertisement

જાણો, દર મહિને પગાર કે પેન્શનમાં કેટલો વધારો થશે?

ચાલો સરળ ભાષામાં સમજીએ કે આ 2% ના વધારાથી તમારા માસિક પેન્શન કે પગારમાં સીધો કેટલો ફાયદો થશે:

જો કોઈ પેન્શનરનું બેઝિક પેન્શન 10,000 રૂપિયા છે, તો અત્યાર સુધી 58% ના હિસાબે તેમને કુલ 15,800 રૂપિયા મળતા હતા. હવે 60% લાગુ થતાં તેમને 16,000 રૂપિયા મળશે. (એટલે કે દર મહિને 200 રૂપિયાનો સીધો ફાયદો).

20,000 રૂપિયા બેઝિક પેન્શન ધરાવતા લોકોને હવે 31,600 રૂપિયાની જગ્યાએ 32,000 રૂપિયા મળશે. (દર મહિને 400 રૂપિયાનો ફાયદો).

જેઓનું બેઝિક પેન્શન 30,000 રૂપિયા છે, તેમના પેન્શનમાં દર મહિને 600 રૂપિયાનો વધારો જોવા મળશે.

40,000 રૂપિયા બેઝિક પેન્શન મેળવનારાઓને હવે 63,200 રૂપિયાને બદલે 64,000 રૂપિયા મળશે. (દર મહિને 800 રૂપિયાનો ફાયદો).

50,000 રૂપિયા બેઝિક પેન્શન ધરાવતા લોકોનું કુલ પેન્શન 79,000 રૂપિયાથી વધીને 80,000 રૂપિયા થઈ જશે. (દર મહિને 1,000 રૂપિયાનો સીધો ફાયદો).

જે નિવૃત્ત કર્મચારીઓનું બેઝિક પેન્શન 60,000 રૂપિયા છે, તેમને હવે 94,800 રૂપિયાની જગ્યાએ 96,000 રૂપિયા મળશે. (દર મહિને 1,200 રૂપિયાનો ફાયદો).

એ જ રીતે, 70,000 રૂપિયા બેઝિક પેન્શન ધરાવતા પેન્શનરોને 1,10,600 રૂપિયાની જગ્યાએ હવે 1,12,000 રૂપિયા મળશે, એટલે કે તેમને દર મહિને 1,400 રૂપિયાનો સીધો આર્થિક લાભ થશે.

આ પણ વાંચોઃ

મોંઘવારી સાતમા આસમાને: છૂટક ફુગાવો 15 મહિનાની ટોચે 3.48% પર પહોંચતા સામાન્ય ઘરનું બજેટ ખોરવાયું