તેમણે સામાન્ય માણસને મેડિકલ ઈમરજંસીના સમયે સર્જરી અને સારવાર માટે નોટબંધીને કારણે મુશ્કેલી પડી રહી છે. રોજની જરૂરીયાતની વસ્તુઓ લાવવામાં ગરીબોને મુશ્કેલી પડી રહી છે. અને ખાવા-પીવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે પહેલા રતન ટાટાએ નોટબંધી બાબતે સરકારની પ્રશંસા કરી હતી.
રતન ટાટાએ કહ્યું કે આમ તો સરકાર નવી નોટો પહોંચાડવા પ્રયત્નો કરી રહી છે પણ ગરીબો સુધી પહોંચાડવા સરકારે ખાસ વ્યવસ્થા કરવાની જરૂર હતી. ખાસ કરીને હેલ્થકેર માટે અને નાના દવાખાના માટે સરકારે થોડુ વિચારવાની જરૂર હતી. કેમકે આ જગ્યાઓએ કેશની સૌથી વધુ તકલીફ ગરીબોને થઈ રહી છે.
રતન ટાટાએ વધુમાં લખ્યું છે કે જો સરકારે ગરીબોને પડનારી મુશ્કેલીઓ અંગે પહેલેથી વિચાર કરીને ખાસ પગલા લીધા હોત તો આ નિર્ણયને ઘણું સમર્થન મળ્યુ હોત.