Ratan Tata Will:  દેશના રત્ન અને ટાટા ગ્રુપના માનદ ચેરમેન રતન ટાટાનું આ મહિને અવસાન થયું હતું. પરંતુ તેના મૃત્યુ પહેલા તે એ સુનિશ્ચિત કરીને ગયા છે કે, તેમના મૃત્યુ પછી પણ તેના પાલતુ કૂતરા ટીટોની દરેક કિંમતે કાળજી લેવામાં આવશે. રતન ટાટા છ વર્ષ પહેલા તેમના જૂના કૂતરાના મૃત્યુ બાદ ટીટોને ઘરે લાવ્યા હતા. ટીટો હવે તેના લાંબા સમયના રસોઈયા રાજન શો સાથે રહેશે અને તે જ તેની સંભાળ રાખશે. રતન ટાટા કૂતરાઓને ખૂબ પ્રેમ કરતા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, તેમણે હંમેશા લોકોને રખડતા કૂતરા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાની અપીલ કરી અને આવા કૂતરાઓના કલ્યાણની હિમાયત કરતા હતા.


ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ રતન ટાટા પાસે 10,000 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનો અંદાજ છે. તેમના વસિયતનામામાં, તેમણે તેમના ફાઉન્ડેશન, ભાઈ જીમી ટાટા, સાવકી બહેનો શિરીન અને ડીના જેજીભોય અને ઘરના સ્ટાફ સભ્યો સહિત વિવિધ લાભાર્થીઓને તેમની સંપત્તિનું વિતરણ કર્યું હતું. તેણે પોતાના વસિયતનામામાં તેના બટલર સુબ્બૈયા માટે પણ વ્યવસ્થા કરી છે. છેલ્લા ત્રણ દાયકાથી સુબ્બૈયા સાથે તેના ગાઢ સંબંધો છે. શાંતનુ નાયડુનું નામ પણ રતન ટાટાની વસિયતમાં છે, જેઓ તેમના કાર્યકારી સહાયક હતા. તેમણે નાયડુના સાહસ ગુડફેલો(Goodfellows)માં તેમનો હિસ્સો છોડી દીધો છે, અને વિદેશમાં શાંતનુ નાયડુના શૈક્ષણિક ખર્ચને પણ ઉપાડ્યો છે.


રતન ટાટાની મિલકતોમાં અલીબાગમાં 2,000 ચોરસ ફૂટનો દરિયા કિનારે આવેલો બંગલો અને મુંબઈના જુહુ તારા રોડ પર બે માળનું મકાન સામેલ છે. બેંકમાં 350 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ ઉપરાંત, તેમની પાસે ટાટા સન્સમાં 0.83% હિસ્સો પણ છે. ટાટા સન્સમાં રતન ટાટાનો હિસ્સો રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશનRatan Tata Endowment Foundation)ને ટ્રાન્સફર કરવામાં આવશે. ટાટા સન્સના શેર ઉપરાંત, ટાટા મોટર્સ અને અન્ય ટાટા જૂથની કંપનીઓમાં તેમનો હિસ્સો પણ રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશનમાં મૂકવામાં આવશે. રતન ટાટા અને તેમના પરિવારને તેમના પિતા નવલ ટાટાના મૃત્યુ પછી જુહુમાં દરિયા કિનારે એક ક્વાર્ટર એકર જમીન વારસામાં મળી હતી. તે બે દાયકાથી વધુ સમયથી બંધ છે અને વેચાણ માટે વિચારણા કરવામાં આવી રહી છે.


કોલાબામાં હલેકાઈ હાઉસ(Halekai House) , જ્યાં તેઓ તેમના મૃત્યુ સુધી રહ્યા હતા, ટાટા સન્સની પેટાકંપની એવર્ટ ઇન્વેસ્ટમેન્ટ્સની માલિકીનું છે, જે તેનું ભવિષ્ય નક્કી કરશે. રતન ટાટા પાસે 20-30 લક્ઝરી કાર હતી જે હાલમાં કોલાબામાં હાલેકાઈ હાઉસ અને તાજ વેલિંગ્ટન મ્યુઝ સર્વિસ એપાર્ટમેન્ટમાં છે. તેના ભવિષ્યને લઈને ચર્ચાઓ થઈ રહી છે. એક વિકલ્પમાં પૂણે મ્યુઝિયમમાં પ્રદર્શન માટે ટાટા જૂથ દ્વારા હસ્તાંતરણ અથવા હરાજીનો પણ સમાવેશ થાય છે. જો કે, આ વસિયતમાં કોને કેટલો હિસ્સો મળશે તેની વાત બહાર આવી નથી.


આ પણ વાંચો...


World Most Valuable Company: એપલને પછાડી વિશ્વની સૌથી મૂલ્યવાન બની આ કંપની, રિલાયન્સ સાથે છે ખાસ કનેક્શન