કેન્દ્રની મોદી સરકારે રેશનકાર્ડ ધારકોને મોટી સુવિધાઓ આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે સંસદમાં કહ્યું કે રાશનની સુવિધા લેવા માટે તમારી પાસે રાશન કાર્ડ હોવું જરૂરી નથી. આ મામલે માહિતી આપતાં ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પીયૂષ ગોયલે સંસદમાં જણાવ્યું કે હવે રાશન કાર્ડ ધારકને રાશનની સુવિધા મેળવવા માટે રેશન કાર્ડ બતાવવાની જરૂર નથી.


લોકો તે રેશનકાર્ડનો નંબર બતાવીને જ રાશન લઈ શકે છે. આ માટે લોકોએ જ્યાં તેઓ રહે છે તેની નજીકની રાશનની દુકાનમાં જઈને રાશન નંબર અને આધાર નંબર જણાવવો પડશે. આ પછી તેમને સરળતાથી રાશન મળશે.


77 કરોડ લોકોને લાભ મળી રહ્યો છે


પીયૂષ ગોયલે કહ્યું કે તમને રાશન આપવાની પ્રક્રિયા નવી ટેક્નોલોજી દ્વારા સરળ બનાવવામાં આવી છે. હવે દેશમાં વન નેશન વન રાશન કાર્ડની સુવિધા શરૂ કરવામાં આવી છે. સરકારી આંકડાઓ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં વન નેશન વન રાશન કાર્ડ દ્વારા 77 કરોડ લોકો જોડાયા છે. જેમાં કુલ રેશનકાર્ડના 96.8 ટકા ઉપયોગકર્તાઓનો સમાવેશ થાય છે. આમાં 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લોકોને સામેલ કરવામાં આવ્યા છે.


આ રીતે, તમે રાશનનો લાભ લઈ શકો છો


પિયુષ ગોયલે કહ્યું કે જો કોઈ વ્યક્તિનું રેશનકાર્ડ તેના ગૃહ રાજ્યમાં છે અને તે તેના પરિવાર સાથે નોકરીના કારણે અન્ય કોઈ શહેરમાં રહે છે, તો તે તેના રેશનકાર્ડ નંબર અને આધાર કાર્ડની માહિતી આપીને કોઈપણ રાશનની દુકાનમાંથી રાશન મેળવી શકે છે. આ માટે હવે અસલ રેશનકાર્ડ બતાવવાની જરૂર નહીં રહે. અત્યાર સુધી કેન્દ્ર સરકારે વન નેશન વન રાશન માટે રાજ્ય સરકારોને કોઈ સૂચના આપી નથી.


આ પણ વાંચોઃ


આ રાજ્યએ LIC IPO વિરુદ્ધ વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો, મુખ્યમંત્રીએ કહ્યું- તે દેશના હિતમાં નથી