Indian Banking System: ફુગાવાને કાબૂમાં લેવા માટે આરબીઆઈ દ્વારા લેવામાં આવેલા કડક નીતિગત નિર્ણયો બાદ 40 મહિનામાં પ્રથમ વખત ભારતીય બેંકિંગ સિસ્ટમમાં રોકડની અછત સર્જાઈ છે. આ સ્થિતિ પછી આરબીઆઈએ 20 સપ્ટેમ્બર, 2022 મંગળવારના રોજ બેંકિંગ સિસ્ટમમાં $2.73 બિલિયન એટલે કે 21800 કરોડ રૂપિયા મૂકવા પડશે. મે 2019 પછી આ પ્રથમ વખત છે જ્યારે બેંકિંગ સિસ્ટમમાં રોકડની તંગી આવી છે.
વાસ્તવમાં, 4 મે, 2022 ના રોજ, આરબીઆઈએ ફુગાવા પર લગામ લગાવવા માટે નાણાકીય નીતિની બેઠકમાં કેશ રિઝર્વ રેશિયો વધારવાનો નિર્ણય લીધો હતો. બેંકિંગ સિસ્ટમમાં હાજર વધારાની રોકડ ઘટાડવા માટે, આરબીઆઈએ કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) 50 બેસિસ પોઈન્ટ્સ 4 ટકાથી વધારીને 4.50 ટકા કર્યો છે. CRR વધારવાનો નિર્ણય 21 મે, 2022થી અમલમાં આવ્યો છે. તેના કારણે બેંકિંગ સિસ્ટમમાં હાજર 90,000 કરોડ રૂપિયાની વધારાની રોકડમાં ઘટાડો થયો.
વાસ્તવમાં મોંઘવારી સતત વધી રહી છે. તેનું મુખ્ય કારણ બજારમાં ઉપલબ્ધ વધારાની રોકડ હોવાનું માનવામાં આવે છે. આ જ કારણ છે કે આરબીઆઈએ બેંકો પાસે હાલની વધારાની રોકડને ઘટાડવા માટે સીઆરઆરમાં 50 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. બેંકોએ કુલ થાપણોના 4.50 ટકા આરબીઆઈ પાસે સીઆરઆર તરીકે રાખવા પડે છે. તેનાથી બેંકિંગ સિસ્ટમમાં હાલની વધારાની રોકડમાં ઘટાડો થયો છે. બેંકો હવે સમજી વિચારીને લોન આપી રહી છે. તમને જણાવી દઈએ કે બેંકોએ આરબીઆઈ પાસે જે CRR રાખવાનું હોય છે તેના પર RBI બેંકોને વ્યાજ પણ ચૂકવતી નથી.
બેંકિંગ સિસ્ટમમાં રોકડની તંગી પછી, એક દિવસ માટે કોલ મની દર વધીને 5.85 ટકા થઈ ગયા છે, જે જુલાઈ 2019 પછી સૌથી વધુ છે.
આ પણ વાંચોઃ
NPS Rule Changed: NPSમાં આ ચાર મોટા ફેરફારો 1 ઓક્ટોબરથી લાગુ થઈ રહ્યા છે, જાણો સંપૂર્ણ વિગતો
Stock Market Today: નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે બજારની ફ્લેટ શરૂઆત, યુએસ ફેડની બેઠક પર બજારની નજર