Bank Deposit 20000 Rupees Note Effect: 2000 રૂપિયાની બેંક ચલણમાંથી બહાર કાઢવાના નિર્ણય બાદ અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે. આરબીઆઈએ બેંકોને 2000 રૂપિયાની નોટ જારી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણયથી એવું માનવામાં આવે છે કે, બેંકો પાસે જમા મૂડીમાં વધારો થવાની અને વ્યાજ દરમાં ઘટાડો થવાની ધારણા છે.


અત્યાર સુધી ભારતની સૌથી મોટી નોટ 2000 રૂપિયાની છે. આ નોટ જે 2016માં મોદી સરકાર દ્વારા રૂપિયા 500 અને 1000ની ચલણી નોટો બંધ કરવામાં આવ્યા બાદ લાવવામાં આવી હતી. તે 500 અને 1000 રૂપિયાની નોટોના નોટબંધી પછી જારી કરવામાં આવી હતી. આ સાથે 200, 50, 10, 20 અને 500ની નોટો પણ બહાર પાડવામાં આવી હતી. હવે જ્યારે આ નોટોની ઉપલબ્ધતા પુરતા પ્રમાણમાં વધી છે ત્યારે હવે સરકારે 2000ની નોટને બજારમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે.


થાપણો પર શું થશે અસર?


નિષ્ણાતોના મતે 2,000 રૂપિયાની નોટો પાછી ખેંચવાથી ડિપોઝિટ પરના વ્યાજ દરમાં વધારો હળવો થશે. તેમણે કહ્યું હતું કે, બેંકોની જમા રકમમાં થોડો સુધારો થઈ શકે છે. તેનાથી ડિપોઝિટ રેટમાં વધારાનું દબાણ ઘટશે. આ કારણે ઓછા કાર્યકાળનું વ્યાજ પણ ઘટી શકે છે. 5 મે, 2023 સુધીમાં કુલ બાકી બેંક થાપણો રૂ. 184.35 લાખ કરોડથી વધુ હતી. નાણાકીય વર્ષ 2023માં થાપણ વૃદ્ધિ દર 9.7 ટકાથી વધીને 10.4 ટકા થયો છે. એવું માનવામાં આવે છે કે, રૂ. 2000ની નોટ પાછી ખેંચવાથી બેન્કોમાં જમા રકમનો પ્રવાહ ઝડપી બનશે.


કોઈ પ્રતિબંધ નથી


આરબીઆઈએ કહ્યું હતું કે, પહેલાની માફક જ પૈસા બેંકમાં જમા કરવામાં આવશે. કોઈપણ પ્રકારનો કોઈ પ્રતિબંધ નથી. આરબીઆઈએ કહ્યું હતું કે, બેંક ખાતામાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવાથી વ્યક્તિ અન્ય મૂલ્યોની કરન્સી લઈ શકે છે.


2000 રૂપિયાની પ્રિન્ટીંગ બંધ કરી દેવામાં આવી હતી


વર્ષ 2018માં 2000 રૂપિયાની નોટોનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું. આરબીઆઈના આ નિર્ણય બાદ આ નોટો હજુ પણ લીગલ ટેન્ડર રહેશે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, માર્ચ 2017 પહેલા, 2000 રૂપિયાની નોટો લગભગ 89 ટકા જારી કરવામાં આવી હતી અને તે 4 થી 5 વર્ષમાં સમાપ્ત થવાના આરે છે.


2000 Rupees Note: બેન્કમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવતા સમયે નકલી નીકળે તો !, થઇ શકે છે આ કાયદાકીય કાર્યવાહી


ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય બેંકે તમામ બેંકોને 2000 રૂપિયાની નોટ જાહેર ન કરવાનો આદેશ આપ્યો છે. લોકોને 2000 રૂપિયાની નોટ બેંકમાં જમા કરાવવા માટે 4 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ નોટ 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં પાછી ખેંચી લેવામાં આવશે.


જો તમારી પાસે પણ 2000 રૂપિયાની નોટ છે, તો તમે તેને 23 મે, 2023થી જમા કરાવવાનું શરૂ કરી શકો છો, પરંતુ શું તમે વિચાર્યું છે કે જો 2000 રૂપિયાની નોટ જમા કરાવતી વખતે તે નકલી નીકળે તો શું થશે. શું તમારી સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે?