UPI Payment For Feature Phone Users: દેશના કરોડો ફીચર ફોન યુઝર્સ માટે સારા સમાચાર છે. હવે ડિજિટલ પેમેન્ટ કરવા માટે સ્માર્ટફોન અને ઇન્ટરનેટની જરૂર નહીં પડે. હવે 400 મિલિયન ફીચર ફોન પણ ડિજિટલ પેમેન્ટ કરી શકશે. RBI એ ફીચર ફોન માટે UPI આધારિત પેમેન્ટ પ્રોડક્ટ લોન્ચ કરી છે. આ ફીચર ફોનથી યુઝર્સ સરળતાથી ડિજિટલ પેમેન્ટ કરી શકશે.


દેશમાં 40 કરોડ લોકો ફીચર ફોનનો ઉપયોગ કરે છે. જેઓ અત્યાર સુધી UPI પેમેન્ટ કરવાથી વંચિત હતા. આમાંના મોટાભાગના લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. આ લોકો મોંઘા સ્માર્ટફોન ખરીદી શકતા નથી. આ લોકો સસ્તા ફીચર ફોનનો ઉપયોગ કરે છે તે પણ માત્ર કોલિંગ અને મેસેજિંગ સુવિધાઓ માટે. આ ફીચર ફોનમાં ઈન્ટરનેટની સુવિધા નથી. આવા લોકો માટે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ફીચર ફોન માટે UPI આધારિત પેમેન્ટ પ્રોડક્ટ લઈને આવી છે.


આવા લોકો માટે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ફીચર ફોન માટે UPI આધારિત પેમેન્ટ પ્રોડક્ટ લઈને આવી છે. આ UPI123Pay સુવિધા દ્વારા, ફીચર ફોન વપરાશકર્તાઓ સ્માર્ટફોન વપરાશકર્તાઓની જેમ જ ડિજિટલ ચૂકવણી કરી શકશે. આ સુવિધા સાથે, વપરાશકર્તાઓ ખૂબ જ ઓછી રકમ સરળતાથી ચૂકવી શકશે. RBIએ ડિજિટલ પેમેન્ટ માટે 24*7 હેલ્પલાઈન- Digisathi પણ શરૂ કરી છે.


RBI ગવર્નર શક્તિકાંત દાસે ગયા વર્ષે ડિસેમ્બરમાં ફીચર ફોન માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી હતી. UPI દેશમાં ખૂબ જ લોકપ્રિય પેમેન્ટ સિસ્ટમ છે. UPI નું પૂરું નામ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ છે.


આ પણ વાંચોઃ 


Rupee Weakens: ડૉલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે, જાણો ડૉલરની મજબૂતીથી શું થશે નુકસાન


Gold Price Hike: સોના-ચાંદીમાં લાલચોળ તેજી, ટૂંક સમયમાં સોનાનો ભાવ 60,000 થશે!