Stock Market Opening On 8th March 2022: મંગળવારે ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ થયું છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને એશિયન અને અમેરિકન શેરબજારોમાં ઘટાડાને કારણે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 422 પોઈન્ટના ઘટાડા સાથે 52,420 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી 114 પોઈન્ટના ઘટાડા સાથે 15,748 પર ખુલ્યો હતો. હાલમાં સેન્સેક્સ 115 અને નિફ્ટી 38 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.
આજે બજારમાં સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. બીજી તરફ સેક્ટરની વાત કરીએ તો આઈટી, ફાર્મા, એનર્જી, રિયલ એસ્ટેટ, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે બેન્કિંગ ઓટો મેટલ્સ સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી રહી છે.
આજે સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેર લીલા નિશાનમાં અને 15 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે નિફ્ટીમાં 50 શેરોમાંથી 21 લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે 29 લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. પાવર ગ્રીડનો શેર સૌથી વધુ વધી રહ્યો છે, તો સૌથી વધુ ઘટાડો હિન્દાલ્કોના શેરમાં જોવા મળી રહ્યો છે.
એચસીએલ ટેક, પાવરગ્રીડ, એનટીપીસી, ટેક મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, વિપ્રો, ટીસીએસ, સન ફાર્મા, એરટેલ અને ટાઇટન મુખ્ય શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે.
ઈન્ફોસીસ, બજાજ નજીવો વધ્યા
આ સિવાય ઈન્ફોસિસ, બજાજ ફિનસર્વ, આઈટીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ઈન્ડસઈન્ડ બેંકમાં નજીવો વધારો થયો છે. મુખ્ય ઘટતા શેરોમાં મારુતિ, HDFC બેન્ક, એશિયન પેઇન્ટ્સ, HDFC, હિન્દુસ્તાન યુનિલિવર, SBI, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ICICI બેન્ક, એક્સિસ બેન્ક અને ડૉ. રેડ્ડીનો સમાવેશ થાય છે.
1,627 શેર વધ્યા હતા
સેન્સેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાંથી 1,627ના શેર તેજી સાથે તો 526 શેરમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. 113 શેર ઉપલી સર્કિટમાં અને 94 નીચલી સર્કિટમાં છે. આનો અર્થ એ છે કે તેમની કિંમતો એક દિવસમાં ચોક્કસ મર્યાદા કરતાં વધી કે ઘટી શકે નહીં. 34 શેરો એક વર્ષની ટોચે છે અને 24 નીચલી સપાટી પર છે.