નવી દિલ્હી: આજે આરબીઆઇ (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das) ડિઝિટલ કરન્સી (Digital Rupee)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. ડિજિટલ ચલણને લાગુ કરવાના પ્રયાસમાં ભારતીય રિઝર્વ બેંક (RBI) તબક્કાવાર અમલીકરણની વ્યૂહરચના પર કામ કરી રહી છે અને આ વર્ષના અંત સુધીમાં ટ્રાયલ કરી શકે છે. સીએનબીસી સાથેની મુલાકાતમાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ડિસેમ્બર સુધીમાં તેના પ્રથમ ડિજિટલ કરન્સી ટ્રાયલ પ્રોગ્રામની શરૂઆત કરી શકે છે.


દાસે કહ્યું, અમે તેના વિશે અત્યંત સાવચેત છીએ. કારણ કે તે સંપૂર્ણપણે નવી પ્રોડક્ટ છે, માત્ર આરબીઆઈ માટે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ. ચીન, યુરોપ અને યુકેની કેન્દ્રીય બેંકો કોમર્શિયલ અને જાહેર ઉપયોગ માટે ક્રિપ્ટોકરન્સીની શક્યતાઓ પર વિચાર કરી રહી છે. 


નોંધનીય છે કે, કોઈ પણ કેન્દ્રીય બેંક દ્વારા જારી કરાયેલી ડિઝિટલ કરન્સી અથવા ક્રિપ્ટોકરન્સીને સીબીડીસી (સેન્ટ્રલ બેંક ડિઝિટલ કરન્સી) નામ અપાયું છે. આ ચલણને સંપૂર્ણ કાનૂની માન્યતા મળશે. 


ગુજરાત હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે કોની કરવામાં આવી નિમણૂંક? જાણો વિગત
અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથની સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ થતા હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ વિનીત કોઠારીની નિમણુંક કરવામાં આવી છે. એક્ટિંગ ચીફ જસ્ટિસ વિનીત કોઠારીની નિવૃત્તિ બાદ જસ્ટિસ આર.એમ. છાયા આ ચાર્જ સંભાળશે.


હાલમાં ગુજરાત હાઇકોર્ટમાં મોસ્ટ સિનિયર જસ્ટિસ વિનિત કોઠારી છે. ગુજરાત હાઇકોર્ટમાંથી આજે ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને સિનિયર મહિલા જજ બેલાબેન ત્રિવેદીએ વિદાય લીધી હતી. વિદાય સમારોહમાં જ એક્ટિંગ ચીફ જસ્ટિસના નામની જાહેરાત કરી દેવાઈ હતી. સપ્ટેબર સુધી જસ્ટિસ વિનિત કોઠારી એક્ટિંગ ચીફ જસ્ટિસ કાર્યરત રહેશે. સપ્ટેમ્બર પછી મોસ્ટ સિનિયર આર.એમ છાયા એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે ચાર્જ સંભાળશે.