Plastic Currency: આજે ભલે ડિજિટલ પેમેન્ટનું ચલણ ખૂબ વધી ગયું છે, પરંતુ તેમ છતાં પણ આજે મોટી સંખ્યામાં લોકો પોતાની પાસે કેશ (રોકડ) રાખી રહ્યા છે. તમારી પાસે પણ 10, 20, 100 કે 500 ની નોટ તો જરૂર હશે, પરંતુ હવે થોડા સમયમાં તેનું સ્વરૂપ બદલાયેલું જોવા મળી શકે છે. ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIએ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

Continues below advertisement

 

Continues below advertisement

પોલીમર શીટ ખરીદવાની પ્રક્રિયા શરૂ:

તમને જણાવી દઈએ કે હવે RBIની નોટ છાપનારી કંપની BRBNMPL એ પ્લાસ્ટિકની નોટો બનાવવા માટે ઉપયોગમાં લેવાતી પોલીમર શીટ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ માટે હવે કંપનીએ દુનિયાભરની કંપનીઓ પાસેથી પ્રસ્તાવ (EOI) મંગાવ્યા છે. આની મદદથી પ્લાસ્ટિકની નોટો બનાવવાની દિશામાં કામ કરવામાં આવશે.

આ પણ વાંચો...Gold Silver Price Today: ચાંદી 4 દિવસમાં ₹12500 સસ્તી, સોનાના ભાવ સ્થિર

BRBNMPL વિશે જાણો:

BRBNMPL એટલે કે Bhartiya Reserve Bank Note Mudran Private Limited ની વાત કરીએ તો આ RBIની એ કંપની છે જે દેશમાં કરન્સી નોટો છાપવાનું કામ કરે છે. નોટો સાથે જોડાયેલા ઘણા મહત્વના કામો આ કંપનીના શિરે છે. હવે જ્યારથી પોલીમર શીટ માટે EOI જાહેર કરવામાં આવ્યું છે, તેનાથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે પ્લાસ્ટિક નોટોને લઈને તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે, જેના કારણે આગામી સમયમાં નોટોનું સ્વરૂપ તદ્દન બદલાયેલું જોવા મળશે.

પ્લાસ્ટિક નોટોના ફાયદા: જો આગળ જતાં સામાન્ય નોટોની જગ્યાએ પ્લાસ્ટિકની નોટો જોવા મળે, તો લોકોના મનમાં એક સવાલ આવી શકે છે કે આના ફાયદા શું છે?                    

  • સૌથી મોટી વાત એ છે કે આ નોટો કાગળની નોટની સરખામણીએ વધુ ટકાઉ હોઈ શકે છે.          
  • ઘણી વખત નોટો ફાટેલી કે જૂની થઈ ગયેલી જોવા મળે છે, પરંતુ આ નોટો જલ્દી ખરાબ થવાની શક્યતા ઓછી રહેશે.
  • પાણી કે વરસાદ દરમિયાન નોટો પલળી જાય છે, પરંતુ પાણી અને ભેજની અસર આ નોટો પર ઓછી પડશે.