RBI Repo Rate Hike: ભારતીય રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક જે 28 સપ્ટેમ્બરે શરૂ થઈ હતી, તેના નિર્ણયો આજે જાહેર કરવામાં આવ્યો છે.


રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ આજે સવારે રેપો અને અન્ય પોલિસી રેટની જાણકારી આપતા રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટની વધારાની જાહેરાત કરી છે. રેપો રેટમાં વધારો થવાને કારણે સામાન્ય માણસ માટે EMI મોંઘી થવા જઈ રહી છે. આરબીઆઈએ રેપો રેટમાં વધારાની જાહેરાત કરતાં હવે રેપો રેટ વધીને 5.9 થઈ ગયો છે. 


આરબીઆઈના આ નિર્ણય બાદ હોમ લોનથી લઈને કાર લોન અને એજ્યુકેશન લોન મોંઘી થવાની ખાતરી છે. બીજી તરફ, જેમણે પહેલેથી જ હોમ લોન લીધી છે, તેમની EMI વધુ મોંઘી થશે. RBI ગવર્નરે મોનેટરી પોલિસી કમિટીની બેઠકના ત્રણ દિવસ બાદ રેપો રેટ વધારવાનો નિર્ણય લીધો છે.




હાલમાં કેટલો છે રેપો રેટ


રિઝર્વ બેંકે ઓગસ્ટ 2022માં જારી કરેલી તેની ક્રેડિટ પોલિસીમાં રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો, જે પછી તે વધીને 5.40 ટકા થઈ ગયો હતો. આરબીઆઈએ મે મહિનામાં 0.40 ટકા, જૂનમાં 0.50 ટકા અને ઓગસ્ટમાં પણ 0.50 ટકાનો વધારો કર્યો છે. 


આ વર્ષે અત્યાર સુધીમાં રેપો રેટમાં 140 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે.


આ વર્ષે અત્યાર સુધીમાં આરબીઆઈએ રેપો રેટમાં કુલ 140 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે અને જો આપણે બેંકો પર તેની અસર જોઈએ તો ઘણી બેંકોએ તેમના લોનના દરમાં 0.75 ટકાનો વધારો કર્યો છે.


નિષ્ણાતોનું શું કહેવું છે


મોટા ભાગના નાણાકીય નિષ્ણાતોનું માનવું છે કે દેશમાં વધતી જતી મોંઘવારીને કારણે આરબીઆઈએ આ વખતે પણ દર વધારવાની જાહેરાત કરવી પડશે. ઓગસ્ટમાં રિટેલ ફુગાવાનો દર 7 ટકાની નજીક આવ્યો હતો, જે આરબીઆઈના 4 ટકા + ફુગાવાના લક્ષ્યાંક કરતાં વધુ છે. આ સિવાય વિશ્વની ઘણી સેન્ટ્રલ બેંકો પણ પોતાના વ્યાજ દરમાં વધારો કરી રહી છે, જેના કારણે RBI પર દર વધારવાનું દબાણ છે. તાજેતરમાં, 21 સપ્ટેમ્બરના રોજ, યુએસ ફેડરલ રિઝર્વે પણ વ્યાજ દરમાં વધારો કર્યો, જે આરબીઆઈના ધ્યાન પર રહેશે.