Reliance AGM 2023 Live: RILની એજીએમમાં ઇશા અંબાણીએ કરી રિલાયન્સ રિટેલની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ, કહ્યું - આ દુનિયાનું સૌથી મોટુ રિટેલ એમ્પ્લૉયર
Reliance AGM 2023: આજે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમીટેડની મોટી ઇવેન્ટ યોજાવવાની છે, આજે કંપનીએ પોતાની એજીએમનું આયોજન કર્યુ છે,
બોર્ડમાં થયેલા આ ફેરફાર અંગે કંપનીએ એક્સચેન્જોને જણાવ્યું હતું કે આકાશ અંબાણી, અનંત અંબાણી અને ઈશા અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સની નિમણૂક માટે મંજૂરી આપવામાં આવી છે. આ સાથે બોર્ડે નીતા અંબાણીના રાજીનામાનો પણ સ્વીકાર કરી લીધો છે. નીતા અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશનને વધુ સમય આપવા માટે RILના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે.
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ શેરધારકોને સંબોધતા કંપની દ્વારા છેલ્લા એક વર્ષમાં લેવામાં આવેલા જરૂરી પગલાઓ અને આગામી વર્ષોમાં કંપનીની યોજનાઓ વિશે માહિતી આપી હતી.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 46મી એજીએમમાં કંપનીએ બોર્ડમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. નીતા અંબાણીએ કંપનીના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે. કંપનીએ કહ્યું કે આજે બોર્ડ મીટિંગમાં આ ફેરફારને મંજૂરી આપવામાં આવી છે.
મુકેશ અંબાણીએ કહ્યું કે Jio ફાયનાન્સિયલ સર્વિસ દ્વારા 142 કરોડ ભારતીયોને નાણાકીય સેવાઓ પૂરી પાડવામાં આવશે. JSF એ એસેટ મેનેજમેન્ટ બિઝનેસ માટે બ્લેકરોક સાથે સંયુક્ત સાહસમાં પ્રવેશ કર્યો છે. જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ દેશમાં જંગી નાણાકીય વૃદ્ધિને પ્રોત્સાહન આપશે. જે રીતે રિલાયન્સ રિટેલ અને જિયોએ સફળતાપૂર્વક તેમની વૃદ્ધિ દર્શાવી છે, તેવી જ રીતે જેએસએફએલ પણ ફાઇનાન્સના ક્ષેત્રમાં પોતાની છાપ ઉભી કરશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમમાં મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે અમારી ઓપ્ટિકલ ફાઈબર સેવા Jio ફાઈબર સાથે 1 કરોડથી વધુ જગ્યાઓ જોડાયેલ છે. હજુ પણ લાખો કેમ્પસ છે જ્યાં વાયર કનેક્ટિવિટી પૂરી પાડવી મુશ્કેલ છે. Jio Air Fiber આ મુશ્કેલીને હળવી કરશે. આના દ્વારા અમે 20 કરોડ ઘરો અને પરિસરોમાં પહોંચવાની આશા રાખીએ છીએ. Jio Air Fiberના આગમન સાથે, Jio દરરોજ 1.5 લાખ નવા ગ્રાહકો ઉમેરી શકશે. Jio Air Fiber 5G નેટવર્ક અને અત્યાધુનિક વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘરો અને ઓફિસોમાં વાયરલેસ બ્રોડબેન્ડ સેવા પ્રદાન કરશે.
ઈશા અંબાણીએ કહ્યું કે ગયા વર્ષે રિલાયન્સ રિટેલમાં 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. કંપનીએ 3800 નવા સ્ટૉર ખોલ્યા છે. ગયા વર્ષે કંપનીના સ્ટૉર્સમાં 78 કરોડ ફૂટફૉલ નોંધાયા છે.
આ સમયે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર ઈશા અંબાણી RILની AGMને સંબોધિત કરી રહ્યાં છે. ઈશા અંબાણીએ કહ્યું કે રિલાયન્સ રિટેલ હાલમાં વિશ્વની સૌથી મોટી રિટેલ એમ્પ્લૉયર છે. તેની પહોંચ 30 ટકા ભારતીયો સુધી છે. નાણાકીય વર્ષ 2023માં કંપનીએ 5 લાખ લેપટોપ વેચ્યા છે. બીજીબાજુ જો આપણે એપેરલની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2023 દરમિયાન 54 કરોડ એપેરલનું વેચાણ થયું છે.
મુકેશ અંબાણીએ કહ્યું કે Jio પ્લેટફોર્મને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) મૉડલ હેઠળ વિકસાવવામાં આવશે. 200 મેગાવૉટનું AI-રેડી કૉમ્પ્યુટિંગ તૈયાર કરવામાં આવશે. AIના ઉપયોગથી Jioનું નેટવર્ક કવરેજ વધુ વધશે.
મુકેશ અંબાણીએ કહ્યું કે 9 મહિનામાં 96 ટકા ગામડાઓમાં Jio સેવાઓ ઉપલબ્ધ થશે. ભારતના વિકાસમાં Jio 5G અને Jio Bharatનો મોટો ફાળો રહેશે. Jio Air Fiber આ એપિસોડમાં એક મોટું ગેમચેન્જર હશે - તેની ખાસ વિશેષતાઓ
• 20 કરોડ ઘરો અને પરિસર સુધી પહોંચવાની યોજના
• દરરોજ 1.5 લાખ કનેક્શન કરી શકાય છે
• આકાશ અંબાણીએ 'Jio True 5G ડેવલપર પ્લેટફોર્મ' અને 'Jio True 5G લેબ' લોન્ચ કરવાની જાહેરાત કરી
• Jioનું ઓપ્ટિકલ ફાઈબર ઈન્ફ્રાસ્ટ્રક્ચર 1.5 મિલિયન કિલોમીટરમાં ફેલાયેલું છે
મુકેશ અંબાણીએ કહ્યું કે 9 મહિનામાં 96 ટકા ગામડાઓમાં Jio સેવાઓ ઉપલબ્ધ થશે. ભારતના વિકાસમાં Jio 5G અને Jio Bharatનો મોટો ફાળો રહેશે. Jio Air Fiber આ એપિસોડમાં એક મોટું ગેમચેન્જર હશે - તેની ખાસ વિશેષતાઓ
ડિસેમ્બર 2023 સુધીમાં Jioની 5G સેવાઓ સમગ્ર ભારતમાં ઉપલબ્ધ થશે. UPI પેમેન્ટ પણ Jio Bharat દ્વારા લંબાવવામાં આવશે. Jio નો ઉપયોગ કરવાથી દરેક ભારતીયનો આત્મવિશ્વાસ વધશે કારણ કે તે નવા ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લેનાર પ્રથમ વ્યક્તિ હશે.
RILની AGM દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 0.21 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. બીજીબાજુ Jio ફાઇનાન્શિયલ સર્વિસિસનો શેર 1.03 ટકાના વધારા સાથે 217 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો.
મુકેશ અંબાણીએ કહ્યું કે જિઓ નવા ભારતની અર્થવ્યવસ્થામાં મોટું યોગદાન આપી રહ્યું છે. દેશમાં સરેરાશ યૂઝર્સ દરરોજ 25 GB ડેટા યૂઝ કરે છે અને દેશના કુલ 5G નેટવર્ક યૂઝમાં Jioનો હિસ્સો 85 ટકા છે. Jio દ્વારા ભારતમાં સૌથી ઝડપી 5G નેટવર્કનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.
મુકેશ અંબાણીએ કહ્યું કે, Jio Airfiber માટે દરરોજ 150,000 કનેક્શન આપી શકાય છે. તેના લૉન્ચિંગની તારીખની જાહેરાત કરતા તેમને કહ્યું કે Jio Airfiber 19 સપ્ટેમ્બરે લોન્ચ થશે. આ દિવસે ગણેશ ચતુર્થી પણ છે.
મુકેશ અંબાણીએ કહ્યું કે, નાણાકીય વર્ષ 2023માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો એબિટડા 1.53 લાખ કરોડ રૂપિયા રહ્યો છે. FY2023માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો કોન્સૉલિડેટેડ પ્રૉફિટ રેકોર્ડ 9.74 લાખ કરોડ રૂપિયા રહ્યો છે. કોર્પૉરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટીનો ખર્ચ 1271 કરોડ રૂપિયા થયો છે.
મુકેશ અંબાણીએ કહ્યું કે, નાણાકીય વર્ષ 2023માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો એબિટડા 1.53 લાખ કરોડ રૂપિયા રહ્યો છે. FY2023માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો કોન્સૉલિડેટેડ પ્રૉફિટ રેકોર્ડ 9.74 લાખ કરોડ રૂપિયા રહ્યો છે. કોર્પૉરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટીનો ખર્ચ 1271 કરોડ રૂપિયા થયો છે.
આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ થયા છે. મુકેશ અંબાણીએ એજીએમમાં આની જાહેરાત કરી હતી.
રિલાયન્સ એજીએમ 2023 લાઈવ થઇ ચૂકી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા શરૂ થઈ ગઈ છે અને કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ સંબોધન કરવાનું શરૂ કરી દીધું છે.
જિઓ એર ફાઇબર વિશેની માહિતી રિલાયન્સ જિઓ દ્વારા ગયા વર્ષની એજીએમ બેઠકમાં આપવામાં આવી હતી. Jioના ચાહકો આ ડિવાઈસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે કંપની રાહનો અંત કરીને આજે આ ડિવાઇસને લૉન્ચ કરી શકે છે. આમાં, યૂઝર્સને વાયર વિના ઇન્ટરનેટની ફેસિલિટી મળશે.
જિઓ એર ફાઇબર વિશેની માહિતી રિલાયન્સ જિઓ દ્વારા ગયા વર્ષની એજીએમ બેઠકમાં આપવામાં આવી હતી. Jioના ચાહકો આ ડિવાઈસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે કંપની રાહનો અંત કરીને આજે આ ડિવાઇસને લૉન્ચ કરી શકે છે. આમાં, યૂઝર્સને વાયર વિના ઇન્ટરનેટની ફેસિલિટી મળશે.
મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા (AGM)ની યોજાશે. આ સાથે જ રોકાણકારો અને બજાર વિશ્લેષકોની લાંબી રાહનો અંત આવવાનો છે. ભારતીય બજારની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હોવાથી દરેક વ્યક્તિ તેની એજીએમની રાહ જુએ તે સ્વાભાવિક છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં આ સૌથી મોટી કોર્પોરેટ ઇવેન્ટનું મહત્વ વધુ વધી ગયું છે, કારણ કે દર વખતે એજીએમમાં એવી મોટી જાહેરાતો કરવામાં આવે છે, જેની સીધી કે આડકતરી રીતે સામાન્ય લોકોને અસર થાય છે.
આ વખતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમ 28 ઓગસ્ટ સોમવારના રોજ યોજાવા જઈ રહી છે. BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી પર સૌથી પ્રભાવશાળી કંપનીની આ 46મી એજીએમ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે છેલ્લા વર્ષોમાં એક ધોરણ નક્કી કર્યું છે કે તે તેની એજીએમમાં આવનારા વર્ષ માટેની બિઝનેસ વ્યૂહરચના વિશે માહિતી આપે છે. ઓઈલથી લઈને ટેલિકોમ સુધી અને રિટેલથી લઈને ફાયનાન્સ સુધી, વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલા બિઝનેસ સામ્રાજ્યને સંભાળતી કંપની એજીએમમાં તેની સંપૂર્ણ બ્લૂપ્રિન્ટ રજૂ કરે છે.
આ વખતની એજીએમ એ અર્થમાં પણ ખાસ રહેવાની છે કે IPOને લઈને મોટી જાહેરાતો થઈ શકે છે. તાજેતરમાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના નાણાકીય સેવા એકમને ડીમર્જ કર્યું છે. હવે તેનું નામ બદલીને Jio Financial Services Limited રાખવામાં આવ્યું છે. બજારની ધારણા છે કે રિલાયન્સ જિયોએ ટેલિકોમ સેક્ટરમાં જે કર્યું છે તે જ રીતે આ કંપની ફાયનાન્સ સેક્ટરમાં અસર કરી શકે છે. આ જ કારણ છે કે એજીએમમાં Jio ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડના ફંડામેન્ટલ્સ અને પ્રોડક્ટ ઓફરિંગ અંગેની જાહેરાત અપેક્ષિત છે.
આ એકમને ડીમર્જ કર્યા પછી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેને સ્ટેન્ડઅલોન સ્વરૂપે બજારમાં લાવી શકે છે. નજીકના ભવિષ્યમાં Jio Financial Services Limitedનો IPO આવવાનો છે કે કેમ તેની પણ AGMમાં માહિતી મળી શકે છે. આ ઉપરાંત, બજાર વિશ્લેષકો અને રોકાણકારો પણ રિલાયન્સ જિયોના આઈપીઓ અને ફ્યૂવર રિટેલના આઈપીઓની જાહેરાતની આશા રાખી રહ્યા છે
આ એજીએમમાં સામાન્ય લોકોના કામની વાત 5જી સાથે સંબંધિત હોઈ શકે છે. Reliance Jio એફોર્ડેબલ 5G સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. રિલાયન્સનો સસ્તો 5G ફોન કેટલો સસ્તો હશે, તે એજીએમમાં સ્પષ્ટપણે જાણી શકાશે. આ સિવાય રિલાયન્સ જિયોના 5G ટેરિફ પ્લાનને લઈને કેટલીક જાહેરાત પણ શક્ય છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમમાં સસ્તા 5G પ્લાન પણ રજૂ કરવામાં આવી શકે છે.
ઘણા વિશ્લેષકો દેશની સૌથી મોટી કંપનીમાં ઉત્તરાધિકારના સંકેતોની પણ અપેક્ષા રાખી રહ્યા છે. મુકેશ અંબાણી વર્ષોથી ધીમે ધીમે આગામી પેઢીને બિઝનેસમાં મોખરે લાવવામાં વ્યસ્ત છે. આ માટે બંને પુત્રો અનંત અને આકાશ અંબાણી અને પુત્રી ઈશા અંબાણીને સતત નેતૃત્વની ભૂમિકાઓ આપવામાં આવી છે. એવું કહેવાય છે કે મુકેશ અંબાણીએ ઉત્તરાધિકાર માટે સંપૂર્ણ બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે. બની શકે કે એજીએમમાં કેટલાક સ્પષ્ટ સંકેતો આપવામાં આવી શકે છે.
ઘણા વિશ્લેષકો દેશની સૌથી મોટી કંપનીમાં ઉત્તરાધિકારના સંકેતોની પણ અપેક્ષા રાખી રહ્યા છે. મુકેશ અંબાણી વર્ષોથી ધીમે ધીમે આગામી પેઢીને બિઝનેસમાં મોખરે લાવવામાં વ્યસ્ત છે. આ માટે બંને પુત્રો અનંત અને આકાશ અંબાણી અને પુત્રી ઈશા અંબાણીને સતત નેતૃત્વની ભૂમિકાઓ આપવામાં આવી છે. એવું કહેવાય છે કે મુકેશ અંબાણીએ ઉત્તરાધિકાર માટે સંપૂર્ણ બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે. બની શકે કે એજીએમમાં કેટલાક સ્પષ્ટ સંકેતો આપવામાં આવી શકે છે.
Reliance AGM 2023: આજે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમીટેડની મોટી ઇવેન્ટ યોજાવવાની છે, આજે કંપનીએ પોતાની એજીએમનું આયોજન કર્યુ છે, આ કંપનીની સૌથી મોટી ઇવેન્ટ છે અને આ ઇવેન્ટમાં કેટલાક મોટા પ્લાન અને પ્રૉડ્ક્ટસને લૉન્ચ કરવામાં આવી શકે છે.
આજે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા (AGM)ની યોજાશે. આ સાથે જ રોકાણકારો અને બજાર વિશ્લેષકોની લાંબી રાહનો અંત આવવાનો છે. ભારતીય બજારની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હોવાથી દરેક વ્યક્તિ તેની એજીએમની રાહ જુએ તે સ્વાભાવિક છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં આ સૌથી મોટી કોર્પોરેટ ઇવેન્ટનું મહત્વ વધુ વધી ગયું છે, કારણ કે દર વખતે એજીએમમાં એવી મોટી જાહેરાતો કરવામાં આવે છે, જેની સીધી કે આડકતરી રીતે સામાન્ય લોકોને અસર થાય છે.
બ્રેકગ્રાઉન્ડ
Reliance AGM 2023: આજે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમીટેડની મોટી ઇવેન્ટ યોજાવવાની છે, આજે કંપનીએ પોતાની એજીએમનું આયોજન કર્યુ છે, આ કંપનીની સૌથી મોટી ઇવેન્ટ છે અને આ ઇવેન્ટમાં કેટલાક મોટા પ્લાન અને પ્રૉડ્ક્ટસને લૉન્ચ કરવામાં આવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -