Reliance Bonus Issue: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના 35 લાખ શેરધારકોને મોટી ભેટની જાહેરાત કરી છે. કંપની તેના શેરધારકોને એક શેરના બદલામાં બોનસ તરીકે એક શેર આપશે. આને મંજૂરી આપવા માટે 5 સપ્ટેમ્બર, 2024ના રોજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક મળશે.






રિલાયન્સ એજીએમને સંબોધતા મુકેશ અંબાણીએ કહ્યું કે ભારત ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. IMFનો અંદાજ છે કે 2027 સુધીમાં તે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને જર્મની અને જાપાનને પાછળ છોડી દેશે.


મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં મોટી જાહેરાત કરી છે. તેમણે શેરધારકો માટે એક શેર પર એક બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. મતલબ કે રિલાયન્સના એક શેર પર એક શેર આપવામાં આવશે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે આ નિર્ણય ગુરુવારે એજીએમના દિવસે બપોરે 1.45 વાગ્યે લેવામાં આવ્યો છે અને આ માટે બોર્ડના સભ્યો 5 સપ્ટેમ્બરે મળશે. બિઝનેસના વિસ્તરણ અને મજબૂત નાણાકીય કામગીરીને ધ્યાનમાં રાખીને કંપનીએ આ જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ RILની AGMમાં આ અંગેની માહિતી આપી છે.


મુકેશ અંબાણીએ કહ્યું કે ગયા વર્ષે રિલાયન્સે 2555 પેટન્ટ ફાઈલ કરી હતી. કંપનીનું ભવિષ્ય ઉજ્જવળ છે. Jio ફાઇનાન્શિયલ સર્વિસિસ વિશે જણાવતાં તેમણે કહ્યું કે કંપનીનો બિઝનેસ સારો ચાલી રહ્યો છે અને તેનું માર્કેટ કેપ 2.2 લાખ કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે. તેમણે કહ્યું હતુ કે જિયો ભારતના સૌથી મોટા પેટન્ટ ધારકોમાંનું એક છે. જેની પાસે "5G અને 6G ટેક્નોલોજીમાં 350 થી વધુ પેટન્ટ્સ છે. આ પેટન્ટ જિયોને વૈશ્વિક નવીનતામાં મોખરે રાખવા માટે મહત્વપૂર્ણ છે."


1.7 લાખ નવી નોકરીઓ ઊભી કરી


મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ રોજગાર આપવામાં આગળ છે. કંપનીએ ગયા વર્ષે 1.7 લાખ નવી નોકરીઓનું સર્જન કર્યું છે. આ માટે કંપનીએ FY24માં રિસર્ચ અને ડેવલપમેન્ટ પર 437 મિલિયન ડોલર ખર્ચ્યા છે. અમે નવા પ્રોત્સાહન આધારિત મોડલ પર કામ કરી રહ્યા છીએ.


આ પણ વાંચોઃ


Paytm Share: અઢી ગણાથી વધુ મળશે રિટર્ન! Paytm શેરનો ટાર્ગેટ 1400ને પાર