આ કિંમત બજારમાં હાલનાં 2જી ફિચર ફોનથી ઓછી કિંમતે ઉપલબ્ધ છે. આ રીતે ફિચર ફોન યુઝર્સને 4જી સર્વિસમાં અપગ્રેડ થવાનો અંતિમ અવરોધ પણ હવે દૂર થયો છે. દિવાળી 2019 ઓફર દ્વારા જિયોફોનમાં સામેલ થયેલા ગ્રાહકો માટે જિયો રૂ. 700ની કિંમતે ડેટા બેનિફિટ ઓફર કરશે. પ્રથમ 7 રિચાર્જ પર જિયો રૂ. 99નો વધારાનો ડેટા ઉમેરશે.
રૂ. 700નો આ વધારાનો ડેટા જિયોફોનનાં યુઝર્સને મનોરંજન, પેમેન્ટ, ઇ-કોમર્સ, શિક્ષણ, લર્નિંગ, ટ્રેન અને બસ બુકિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્સ વગેરેની દુનિયામાં લઈ જશે. જિયોફોન પર આ રૂ. 800ની બચત અને રૂ. 700નો ડેટા એમ દરેક જિયોફોન પર રૂ. 1,500નો મોટો લાભ. આ રૂ. 1500નો લાભ જિયોની ડિજિટલ ઇન્ડિયાને આગળ વધારવા માટેની દિવાળી ગિફ્ટ છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ ડી અંબાણીએ કહ્યું હતું કે, “જિયો સુનિશ્ચિત કરશે કે કોઈ ભારતીય વાજબી ઇન્ટરનેટથી વંચિત નહીં રહે અને ડિજિટલ ક્રાંતિનાં ફળ બધાને મળશે. ‘જિયોફોન દિવાળી ગિફ્ટ’ ઓફર કરીને અમે રૂ. 1,500નું રોકાણ કરીને ઇન્ટરનેટ અર્થતંત્રમાં તળિયે રહેલી દરેક નવી વ્યક્તિ માટે રૂ. 1,500નું રોકાણ કરીશું. આ અમારી આપણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ડિજિટલ ઇન્ડિયા મિશનની સફળતામાં અમારી પ્રતિબદ્ધ પણ સૂચવે છે.
ત્રણ લાખથી પણ ઓછી કિંમતની કાર થઈ લોન્ચ, માત્ર 5000 રૂપિયામાં જ કરાવો બુકિંગ
બુમરાહ બાદ વધુ એક સ્ટાર ગુજરાતી ક્રિકેટર લાંબા સમય સુધી ટીમમાંથી રહી શકે છે બહાર, કારણ જાણીને ચોંકી જશો