Reliance jio  : ટેલિકોમ કંપનીઓ રિલાયન્સ જિયો અને ભારતી એરટેલના ગ્રાહકોની સંખ્યામાં વધારો થવાને કારણે ડિસેમ્બર 2023માં દેશમાં ટેલિકોમ કનેક્શન્સની સંખ્યા નજીવી રીતે વધીને 119 કરોડ થઈ ગઈ છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. ટ્રાઈ દ્વારા જારી કરાયેલા માસિક ડેટા અનુસાર, બ્રોડબેન્ડ ગ્રાહકોની સંખ્યા પણ નજીવી વધીને 90.4 કરોડ થઈ છે. આ કુલ ગ્રાહક આધારના આશરે 76 ટકા છે.


TRAIના અહેવાલ મુજબ, “ભારતમાં ટેલિફોન ગ્રાહકોની સંખ્યા નવેમ્બરના અંતમાં 118.57 કરોડથી વધીને ડિસેમ્બરના અંતે 119.03 કરોડ થઈ ગઈ છે. આ 0.39 ટકાનો માસિક વધારો છે.


રિલાયન્સ જિયોએ 39.94 લાખ મોબાઇલ ગ્રાહકો ઉમેર્યા, જ્યારે ભારતી એરટેલના કનેક્શનમાં 18.5 લાખનો વધારો થયો. જો કે, વોડાફોન આઈડિયાએ 13.68 લાખ મોબાઈલ સબસ્ક્રાઈબર ગુમાવ્યા, રાજ્ય સંચાલિત BSNLએ 1.5 લાખ ગુમાવ્યા અને MTNLએ 4,420 મોબાઈલ સબ્સ્ક્રાઈબર્સ ગુમાવ્યા તેના કારણે વૃદ્ધિ ધીમી પડી.
 
ડિસેમ્બર, 2023ના અંતે વાયરલાઇન સબસ્ક્રાઇબર્સની સંખ્યા વધીને 3.18 કરોડ થઈ છે, જે નવેમ્બર, 2023ના અંતે 3.15 કરોડ હતી.


રિલાયન્સ જિયોએ વાયરલાઇન સેગમેન્ટમાં મહત્તમ 2.46 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા છે. તે પછી ભારતી એરટેલ આવે છે, જેણે 82,317 નવા ગ્રાહકો ઉમેર્યા છે, VILએ 9,656 ગ્રાહકો ઉમેર્યા છે અને ક્વાડ્રન્ટે 6,926 ગ્રાહકો ઉમેર્યા છે.


નવીનતમ ગીતો સાંભળો, ફક્ત JioSaavn.com પર


ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ 34,250 વાયરલાઇન ગ્રાહકો ગુમાવ્યા છે. આ સિવાય ટાટા ટેલિસર્વિસિસના 22,628 ગ્રાહકો, MTNLના 11,325 ગ્રાહકો, APSFLના 1,214 ગ્રાહકો અને રિલાયન્સ કોમ્યુનિકેશનના 627 ગ્રાહકો ઘટ્યા છે.