મુકેશ અબાણીએ કહ્યું, આત્મનિર્ભર ભારત યોજના હેઠળ ભારતમાં 2021માં 5જી સેવા લોન્ચ કરાશે. જે ભારતમાં જ બનેલા નેટવર્ક, હાર્ડવેર અને ટ્કોનોલોજી કોમ્પોનેંટ્સ પર આધારિત હશે. ડિજિટલ સમયમાં કોવિડ-19ના કારણે અનેક પડકારો આવ્યા છે. જોકે 4જી કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી ફરીથી સાબિત કરી દીધું છે કે તે ભારતની ડિજિટલ લાઇફલાઇન છે.
મુકેશ અંબાણીએ કહ્યું, ભારતનું અર્થતંત્ર ન માત્ર પાટા પર ચડશે પરંતુ સારો વિકાસ પણ કરશે. ભારત 5 ટ્રિલિયન ઇકોનોમી બનશે. આપણે ભારતની શાનદાર કહાનીના દાયકામાં પ્રવેશવા જઈ રહ્યા છીએ. ડિજિટલ ઈન્ડિયા મિશન તેમાં મહત્વની ભૂમિકા ભજવશે, જે ઉભરતા ભારતને અટકાવી નહીં શકે.
આ વખતે ઈન્ડિયા મોબાઇલ કોંગ્રેસમાં મુકેશ અંબાણીએ સરકારને ચાર વિચાર આપ્યા છે. જેમાં 2જી યૂઝર્સને સ્માર્ટફોનમાં શિફ્ટ કરવાથી લઈ ભારતમાં 5જી લોન્ચ કરવાની વાત કહી છે. આ માટે તેમણે સરકારને યોગ્ય પગલાં ભરવાનું કહ્યું છે.