Relief for Small Taxpayer: 2021-22ના બજેટમાં, કેન્દ્ર સરકારે આવકવેરા આકારણીને ફરીથી ખોલવાનો સમય 6 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કર્યો હતો. જોકે, આ પછી પણ આવકવેરા વિભાગે 3 વર્ષથી ઉપરના ટેક્સ સંબંધિત તમામ કેસમાં રિ-એસેસમેન્ટ માટે નોટિસ મોકલી હતી.


હવે નાના કરદાતાઓ માટે મોટી રાહત છે. સીબીડીટીએ અધિકારીઓને રૂ. 50 લાખથી ઓછા ટેક્સવાળી 6 વર્ષ જૂની ફાઈલો ન ખોલવા જણાવ્યું છે. આ મુજબ, નાણાકીય વર્ષ 2012-13, 2013-14 અને 2014-15 દરમિયાન જો કોઈ કરદાતાનો ટેક્સ 50 લાખથી ઓછો હશે તો તેને રિ-એસેસમેન્ટ નોટિસ મોકલવામાં આવશે નહીં.


આ લોકોને જશે નોટિસ


જોકે, સીબીડીટીએ કહ્યું કે 2015-16 અને 2016-17 માટે કારણ બતાવો નોટિસ મોકલી શકાય છે. આ માટે 30 દિવસમાં રિએસેસમેન્ટની પ્રક્રિયા શરૂ કરો અને તેના વિશે કરદાતાને જાણ કરો. સીબીડીટીએ ટેક્સ અધિકારીઓને રિ-એસેસમેન્ટ માટે કરદાતાઓને બે અઠવાડિયાનો સમય આપવા પણ કહ્યું છે.


તેમજ જો તેમના તરફથી સમય વધારવાની વિનંતી કરવામાં આવે તો સમય મર્યાદા પણ વધારી શકાય છે. હકીકતમાં, 2021-22ના બજેટમાં, કેન્દ્ર સરકારે IT એસેસમેન્ટ ફરીથી ખોલવાનો સમય 6 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરી દીધો હતો. જો કે, આ પછી પણ, આવકવેરા વિભાગે ત્રણ વર્ષથી ઉપરના ટેક્સ સંબંધિત તમામ કેસોમાં રિ-એસેસમેન્ટ માટે નોટિસ મોકલી હતી.


નોટિસને પડકારવામાં આવી હતી


આ નોટિસોને કોર્ટમાં પડકારવામાં આવી હતી. ત્યારબાદ આવકવેરા વિભાગે આ નોટિસો ચાલુ રાખવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે આવકવેરા વિભાગની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જો કે આ પછી હવે આવકવેરા વિભાગે નાના કરદાતાઓને રાહત આપવાનો નિર્ણય કર્યો છે.


આ પણ વાંચોઃ


LIC IPO: શેરબજારમાં વેચવાલીથી LIC IPOની GMP સતત ઘટી રહ્યું છે, 17 મેના રોજ રોકાણકારોને લાગી શકે છે આંચકો છે.


High Inflation Rate: આઠ વર્ષમાં મોંઘવારીએ કમર તોડી નાંખી, શાકભાજી, કઠોળ, વીજળી બધું જ મોંઘું થયું