નવી દિલ્હીઃ કોરોના વાયરસ અને લૉકડાઉનના મારથી ઓટો ઇન્ડસ્ટ્રીની હાલત એકદમ ખરાબ થઇ ગઇ છે. હવે ઓટો ઇન્ડસ્ટ્રીને ફરીથી પાટા પર લાવવા માટે કાર કંપનીઓ પોતાની કારો વેચવા માટે નવી નવી ઓફરો લઇને મેદાનમાં આવી છે.

પહેલા મારુતિ સુઝુકીએ પોતાના ગ્રાહકોને લોભાવવા માટે કારો પર ડિસ્કાઉન્ટ આપ્યુ હતુ, હવે આ લિસ્ટમાં રેનો પણ જોડાઇ ગઇ છે. રેનો કંપની પોતાની કારો પર હજારો રૂપિયાનો ફાયદો આપી રહી છે. જાણો શું છે ઓફર ને કેટલુ મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ....

Renault Kwid
રેનો પોતાની પૉપ્યૂલર કાર પર જુલાઇમાં ખરીદવા પર 35 હજાર રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઓફર અંતર્ગત 10 હજાર રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ, 15 હજાર રૂપિયા એક્સચેન્જ બૉન્સ અને 10 હજાર રૂપિયા લૉયલ્ટી બેનિફિટ્સ આપી રહી છે. એટલુ જ નહીં કંપની આ કાર પર સાત હજાર રૂપિયા સુધીનુ કૉર્પોરેટ/રૂરલ કસ્ટમર ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. રેનો ક્વિડની શરૂઆતી કિંમત 2.94 લાખ રૂપિયા છે.



Renault Triber
રેનોની આ નાની સાત મીટર કારને આ મહિને ખરીદવા પર લગભગ 30 હજાર રૂપિયા સુધીનુ બેનિફિટ્સ મળી રહ્યું છે. આમાં 20 હજાર રૂપિયા એક્સચેન્જ બૉન્સ અને 10 હજાર રૂપિયા રૉયલ્ટી ફાયદો સામેલ છે. ટ્રાઇબર પર પણ કંપની વધારાનુ સાત હજાર રૂપિયા સુધીનુ કૉર્પોરેટ/રૂરલ કસ્ટમર ડિસ્કાઉન્ટ આપી રહી છે. રેનો ટ્રાઇબરની કિંમત4.99 લાખ રૂપિયાથી શરૂ થઇ રહી છે.

Renault Duster
રેનોની આ પૉપ્યુલર કાને આ મહિને ખરીદવા પર કંપની 70 હજાર રૂપિયા સુધીનો ફાયદો આપી રહી છે. આમાં 25 હજાર રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ, 25 હજાર રૂપિયા એક્સચેન્જ બૉનસ અને 20 હજાર રૂપિયા લૉયલ્ટી બેનિફિટ્સ સામેલ છે. એટલુ જ નહીં રેનો પોતાની આ એસયુવી પર 20 હજાર રૂપિયા સુધીનુ કૉર્પોરેટ/રૂરલ કસ્ટમર ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. રેનો ડસ્ટરની શરૂઆતી કિંમત 8.49 લાખ રૂપિયા સુધીની છે.