હાલમાં જ ટ્વીટર પર કેટલાક ટ્વીટ્સ વાયરલ થઈ રહ્યા છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ ગૂગલ પે પર પ્રતિબંધ લગાવી દીધો છે. સોશિયલ મીડિયા પર ટ્વીટ્સ વાયરલ થયા બાદ આ વાતની ગંભીરતાથી તપાસ કરવામાં આવી.
પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરના તરફથી મળેલી જાણકારી અનુસાર, આરબીઆઈએ ગૂગલ પે પર પ્રતિબંધ લગાવ્યો નથી. આ માત્ર એક અફવા છે. કહેવાય છે કે, ગૂગલ પે દ્વારા કરવામાં આવેલ તમામ પેમેન્ટ સુરક્ષિત છે અને આરબીઆઈની દેખરેખમાં કરવામાં આવી રહ્યા છે.
એનપીસીઆઈએ આપી જાણકારી
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ)એ સ્પષ્ટતા કરી છે કે ભારતમાં ગૂગલ પેર પર પ્રતિબંધ નથી. એનપીસીઆઈ ભારતમા ડિજિટલ પેમેન્ટનું સંચાલન કરવાનું અને યૂનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યૂપાઈ)ને વિકસિત કરવાનું કામ કરે છે. યૂપીઆઈનો ઉપયોગ ગૂગલ પે, ફોન પે અને પેટીએમ જેવા પ્લેટફોર્મ્સ દ્વારા પેમેન્ટ્સ માટે કરવામાં આવે છે.
ટ્વીટર પર ચાલી રહ્યો હતો ટ્રેન્ડ
હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ #GPayBannedByRBI (રિઝર્વ બેંક દ્વારા ગૂગલ પે પર પ્રતિબંધ) ચાલી રહ્યું હતું. તેની સાથે જ એક અહેવાલ ચાલી રહ્યા હતા, જેમાં ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ કહ્યું કે, ગૂગલ પે એક પેમેન્ટ્સ સિસ્ટમ ઓપરેટર ન હતા. જોકે બાદમાં તરત જ એનપીસીઆઈએ એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી કે પેમેન્ટ્સ માટે ગૂગલ પેર સુરક્ષિત અને અધિકૃત છે. અનેક સોશિયલ મીડિયા યૂઝર્સ ટ્વીટર પર મીમ પણ શેર કરી રહ્યા હતા. જોકે, ફેક્ટ ચેક કર્યા બાદ જાણવા મળ્યું છે કે આ માત્ર અફવા છે અને આરબીઆઈએ ગૂગલ પે પ ર પ્રતિબંધ લગાવ્યો નથી. નીચે જુઓ કેટલાક ટ્વીટ્સ