કોરોનાકાળમાં લાખો લોકો શહેર છોડીને ગામ તરફ વળ્યા છે. કોઈએ પોતાનો બિઝનેસ શરૂ ક્રોય છે તો કોઈ ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. તમારાથી પણ ઘણાં એવા હશે જે ગામડામાં રહીને જ કમાણીની કોઈ નવી રીત શોધી રહ્યા હશો. જો તમે પણ શીક્ષિત છો અને કંઈક કરવા માગો છો તો સરકાર પાસે એક સ્કીમ છે તે તમારી મદદ કરી શકે છે. સરકારની આ સ્કીમ અંતર્ગત તમે ગામડામાં જ સારી કમાણી કરી શકો છો.


સરકારની આ સ્કીમ ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત આવે છે અને તેના માટે તમારે પહેલા રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યાર બાદ તમને એક ઓનલાઈન ટ્રેનિંગ પણ મળશે. ટ્રેનિંગ પૂરી થયા બાદ તમને સર્ટિફિકેટ મળી જશે અને ત્યાર બાદ તમે તમારા ગામમાં અથવા ઘરેથી જ કામ શરૂ કરી શકો છો.


કમાણી તમે જાતે જ નક્કી કરી શકો છો, સરકાર તરફથી કોઈ દબાણ નથી. આવો જાણીએ સ્કીમ વિશે....


સરાકરની ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત તમે તમારા ગામમાં જ સામાન્ય સેવા કેન્દ્ર એટલે કે કોમન સર્વિસ સેન્ટર (Common Service Center) ખોલીને કમાણી કરી શકો છો. આ યોજનાનો ઉદ્દેશ ગ્રામીણ યુવાઓ ઉદ્યમી બનાવીને અને ડિજિટલ ઇન્ડિયાનો લાભ ગામડા સુધી પહોંચાડવાનો છે. આવો જામીએ આ પ્રક્રિયા વિશે.


જો તમે સામાન્ય સેવા કેન્દ્ર ખોલવા માટે તૈયાર છો અને કોમ્પ્યુટર ચલાવતા આવડે છે તો સૌથી પહેલા તમારે register.csc.gov.in પર જઈને કોમન સર્વિસ સેન્ટર માટે રજિસ્ટ્રેશન કરાવાવનું રહેશે. રજિસ્ટ્રેશન કરાવતા સમયે તમારે 1400 રૂપિયાની ચૂકવણી કરવી પડશે.


રજિસ્ટ્રેશન દરમિયાન તમારે એ જગ્યાની તસવીર અપલોડ કરવાની રહેશે જ્યાં તમે સેન્ટર ખોલવા માગો છો. ફોર્મ ભર્યા બદા તમને એક આઈડી મળશે જેનાથી તમે તમારી અરજીને ટ્રેક કરી શકો છો.


અરજી સ્વીકાર થયા બાદ તમારી ટ્રેનિંગ શરૂ થશે. ત્યાર બાદ તમને સર્ટિફિકેટ મળી જશે. સર્ટિફિકેટની સાથે જ તમને અનેક સારી સેવાઓની મંજૂરી મળશે જે એક સામાન્ય સાઈબર કાફે ધરાવતી વ્યક્તિને નથી મળતી.


તમારા કેન્દ્ર પર તમે ઓનલાઈન કોર્સ, સીએસસી બાઝાર, કૃષિ સેવાઓ, ઈ-કોમર્સ સેલ, રેલવે ટ્કિટિ, એર અને બસ ટિકિટના બુકિંગની સાથે સાથે મોબાઈલ અને ડીટીએચ રિચાર્જનું કામ કરી શકો છો. ઉપરાંત તમે પાન કાર્ડ બનાવવાથી લઈને પાસપોર્ટ બનાવવા સહિત અનેક સરકારી કામ કરી શકો છો. આ કામના બદલામાં સરકાર તમારી પાસેથી રૂપિયા નહીં લે. કોઈપણ કામની કિંમત તમે તમારા ગામ પ્રમાણે જાતે જ નક્કી કરી શકો છો.