નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પંજાબ એન્ડ મહારાષઅટ્ર સહકારી બેંક લિમિટેડ (પીએમસી બેંક) પર છ મહિનાનો પ્રતિબંધ લગાવ્યો છે. રિઝર્વ બેંકે અનિયમિતતાના આરોપમાં પીએમસી બેંક પર આ કાર્રવાઈ કરી છે. તેની સાથે જ પીએમસી બેંકની તમામ લેવડ દેવડ પર નજર રાખવા માટે વિશેષ દિશા નિર્દેશ જારી કર્યા છે. આરબીઆઈની આ કાર્રવાઈની અસર ખાતાધારકો પર પણ પવાની છે. તે અંતર્ગત હવે કોઈપણ જમાકર્તા પોતાના બચક ખાતા, ચાલુ ખાતા કે કોઈપણ અન્ય ખાતામાંથી 1,000 રૂપિયાથી વધારે રકમ ઉપાડી નહીં શકે.

આરબીઆઈના નોટીફિકેશન અનુસાર હવે પીએમસી બેંકે બેન્કિંગ સંબંધિત કોઈપણ લેવડ દેવડ કરતાં પહેલા આરબીઆઈના લેખીતમાં મંજૂરી લેવી પડશે. એટલે કે આરબીઆઈના મંજૂરી વગર કોઈપણ લોન આપવી કે આગળ વધારી નહીં શકાય. ઉપરાંક બેંક પોતાની મરજી અનુસાર કોઈપણ જગ્યાએ રોકાણ નહીં કરી શકે. જોકે કર્મચારીઓને પગાર આપવા જેવી ખૂબ જ જરૂરી વસ્તુઓમાં બેંકને કેટલીક છૂટછાટ આપવામાં આવી છે.

આરબીઆઆના આ દિશા નિર્દેશ આગામી છ મહિના સુધી લાગુ રહેશે. આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે બેંકનું લાઈસન્સ રદ્દ કરવામાં નથી આવ્યું અને બેંક આગામી નિર્દેશ સુધી બેન્કિંગ વ્યવસાય ચાલુ રાખશે. આગાળની પરિસ્થિતિને આધારે આરબીઆઈ નિર્ણય કરશે.

નોંધનીય છે કે, માર્ચ 2019 સુધીમાં પીએમસી બેંકમાં 11,500 કરોડ રૂપિયાથી વધારે રકમ જમા કરવામાં આવી છે. આ બેંકની મહારાષ્ટ્ર, દિલ્હી, કર્માટક, ગોવા, ગુજરાત, આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં અંદાજે 137 શાખાઓ છે.