Employee Resignation : રતન ટાટાની ટાટા ગ્રૂપની એક કંપનીમાં કર્મચારીઓ એક સાથે રાજીનામું આપી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓ ધડાધડ રાજીનામાં આપી રહી છે. કંપનીમાં રાજીનામાનો ફફડાટ વ્યાપી ગયો છે. કર્મચારીઓ કંપની છોડી રહ્યા છે. આ કંપની ટાટા ગ્રુપની TCS છે. Tata Consultancy Services (TCS)એ ભારતની સૌથી મોટી IT કંપનીઓમાંની એક છે. પરંતુ હવે કંપની એક પછી એક કર્મચારીઓના રાજીનામાની સમસ્યાનો સામનો કરી રહી છે. હકીકતમાં કોરોના રોગચાળા દરમિયાન TCSએ તેના કર્મચારીઓ માટે ઘરથી કામ (WFH) સુવિધા શરૂ કરી હતી. હવે રોગચાળાના ત્રણ વર્ષ આદ TCS ઘરેથી કામ કરવાનું બંધ કરવા જઈ રહી છે. 


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીએ ઘરેથી કામ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. કંપનીની આ તૈયારી બાદ રાજીનામું આપનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. કંપનીમાં રાજીનામું આપનારી મહિલા કર્મચારીઓની સંખ્યા વધુ છે.


કામ કરવા માટે શ્રેષ્ઠ કંપની


TCSને કામ કરવા માટે શ્રેષ્ઠ કંપની માનવામાં આવે છે. TCS મહિલાઓને નોકરીના ઘણા વિકલ્પો આપવા માટે પણ જાણીતું છે. મીડિયા અહેવાલો અનુસાર, TCSનો ઘરેથી કામ સમાપ્ત કરવાનો નિર્ણય (WHF) મહિલા કર્મચારીઓના ઝડપી રાજીનામા આપવાનું એક કારણ છે.


ધડાધડ પડ્યા રાજીનામા


રિપોર્ટ અનુસાર, કંપનીએ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવાનું બંધ કર્યા પછી મહિલા કર્મચારીઓના રાજીનામામાં વધારો થયો છે. જો કે અન્ય કારણો હોઈ શકે છે, પરંતુ આ દેખીતું કારણ છે. સામાન્ય રીતે કહીએ તો TCSમાં પુરુષો કરતાં મહિલાઓના રાજીનામાનો રેસિયો ઘણો ઓછો છે. એમ તેમણે જણાવ્યું હતું. જો કે હવે તે પુરૂષોથી પણ આગળ નિકળી ગઈ છે.


લાખો કર્મચારીઓ કરે છે કામ


હાલમાં TCSમાં 6 લાખથી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જેમાં મહિલા કર્મચારીઓની સંખ્યા 35 ટકાથી વધુ છે. કંપની નાણાકીય વર્ષ 2023માં તેના મહિલા કર્મચારીઓને 38.1% પર જાળવી રાખવાની યોજના ધરાવે છે. એક રિપોર્ટ અનુસાર, જે કંપનીઓએ ભૂતકાળમાં ઘરેથી કામ કરવાનું પણ બંધ કર્યું છે. રાજીનામા આપનાર લોકોની સંખ્યામાં વધારો થયો છે. ઘરેથી કામ કરવાનો ટ્રેન્ડ હવે આખી દુનિયામાં વધી ગયો છે. અમેરિકામાં હાથ ધરાયેલા એક સર્વે મુજબ, 25% કર્મચારીઓએ ક્યારેય ઓફિસમાં પાછા ન આવવાનું પસંદ કર્યું હતું.