1 August 2024 Rule Change: ગૂગલ મેપ્સ અને ફાસ્ટેગ સહિત ઘણા નિયમો ગુરુવાર, 1 ઓગસ્ટથી બદલાયા છે. આની સીધી અસર હવે તમારા કામ પર પડી શકે છે. જે નિયમો બદલાઈ રહ્યાં છે તેમાં ગૂગલ મેપ, ફાસ્ટેગ અને આઈટીઆરનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં તમારે આ ફેરફારો વિશે જાણવું જોઈએ, નહીં તો તમને નુકસાન થઈ શકે છે. જાણો અહીં તમામ ડિટેલ્સ.... 


Google મેપ બિલિંગ પૉલીસીમાં શું થયો ફેરફાર ? 
ગૂગલ મેપ્સે તેની બિલિંગ પૉલીસીમાં ફેરફાર કર્યો છે અને તે 1 ઓગસ્ટ, 2024થી અમલમાં આવી રહી છે. આ ફેરફાર હેઠળ ગૂગલ મેપે ભારતીય યૂઝર્સ માટે 70 ટકા ચાર્જ ઘટાડ્યો છે. એટલું જ નહીં, ગૂગલ મેપે પણ કહ્યું છે કે, તે તેની ફી ડૉલરને બદલે ભારતીય રૂપિયામાં લેશે. જોકે, આ Google Maps ફી ઘટાડાનો પ્રભાવ સામાન્ય યૂઝર્સ પર નહીં, પરંતુ તે યૂઝર્સ પર પડશે જેઓ વ્યવસાય માટે Google Mapsનો ઉપયોગ કરી રહ્યાં છે.


FasTag ને લઇને શું છે નવો નિયમ ? 
1 ઓગસ્ટથી દેશભરમાં ફાસ્ટેગને લઈને નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં ડ્રાઇવરને 1 ઓગસ્ટથી ફાસ્ટેગ કેવાયસી કરાવવું જરૂરી બનશે. ફાસ્ટેગના નવા નિયમો હેઠળ જો તમારું ફાસ્ટેગ 3 થી 5 વર્ષ જૂનું છે, તો તમારે KYC અપડેટ કરવું ફરજિયાત છે. આ સિવાય જો તમારું ફાસ્ટેગ 5 વર્ષથી વધુ જૂનું છે, તો તમારે તેને 31 ઓક્ટોબર પહેલા બદલવું પડશે.