Rupee Vs Dollar: આજે શરૂઆતના ટ્રેડિંગમાં યુએસ ચલણ ડૉલર સામે રૂપિયો ખુલ્યો હતો, જોકે ટ્રેડિંગ દરમિયાન મોટો ઘટાડો જોવા મળ્યો હતો.આજના ટ્રેડિંગ દરમિયાન, આ રેકોર્ડ 79.86 ના સ્તરે ગયો છે. અત્યારે ડોલર સામે રૂપિયો 79.84 ના નીચા સ્તરે જોવા મળી રહ્યો છે. ગઈ કાલે એટલે કે બુધવારે છેલ્લા સત્રમાં રૂપિયો યુએસ ડૉલરની સામે 79.81ના રેકોર્ડ નીચા સ્તરે બંધ થયો હતો.

Continues below advertisement


શું છે આજે વેપારીઓનો અભિપ્રાય


વેપારીઓએ જણાવ્યું હતું કે વિદેશમાં અમેરિકી ચલણની મજબૂતાઈ અને વિદેશી મૂડીના સતત પ્રવાહને કારણે રૂપિયાનું અવમૂલ્યન ચાલુ રહ્યું છે. તાજેતરમાં, આરબીઆઈ દ્વારા લેવામાં આવેલા પગલાઓને કારણે, રૂપિયાને હળવો ટેકો મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ આજે પ્રતિ ડોલર 80 રૂપિયાના સ્તરને સ્પર્શવાની સંભાવના યથાવત છે.


ઇન્ટરબેંક ફોરેન કરન્સી એક્સચેન્જ માર્કેટમાં યુએસ ડોલર સામે રૂપિયો નજીવો નીચો 79.84 પર ટ્રેડ કરી રહ્યો છે, જે તેની રેકોર્ડ નીચી સપાટી 79.86થી 2 પૈસા વધારે છે.


ડૉલર ઇન્ડેક્સ, ક્રૂડ, FII ની સ્થિતિ


દરમિયાન, ડૉલર ઇન્ડેક્સ, જે છ મુખ્ય કરન્સી સામે યુએસ ડૉલરની સ્થિતિ દર્શાવે છે, તે 0.30 ટકા વધીને 108.30 પર પહોંચ્યો હતો. ગ્લોબલ ઓઈલ ઈન્ડેક્સ બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.57 ટકા વધીને બેરલ દીઠ $100.14 થયો હતો. શેરબજારના ડેટા અનુસાર, બુધવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 2,839.52 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.


આજે શેરબજારમાં કેવી છે ચાલ


આજના કારોબારમાં, BSE સેન્સેક્સ 174.47 પોઈન્ટ્સ અથવા 0.33 ટકાના વધારા સાથે 53,688 પર ખુલ્યો અને NSEનો નિફ્ટી 52.20 પોઈન્ટ અથવા 0.33 ટકાના વધારા સાથે 16,018 પર ખુલ્યો.


આજના કારોબારમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. બેંક શેરો દબાણ હેઠળ છે. નિફ્ટી પર PSU બેન્ક ઇન્ડેક્સ લગભગ 1 ટકા નીચે છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ પણ લાલ નિશાનમાં છે. આઈટી, ફાઈનાન્શિયલ, મેટલ અને રિયલ્ટી ઈન્ડેક્સ સપાટ દેખાઈ રહ્યા છે. જ્યારે ઓટો, એફએમસીજી અને ફામાગ સૂચકાંકો લીલા નિશાનમાં છે. હેવીવેઇટ શેરોમાં ખરીદી છે. સેન્સેક્સ 30ના 25 શેરો લીલા નિશાનમાં છે. આજના ટોપ ગેનર્સમાં SUNPHARMA, TITAN, DREDDY, HINDUNILVR, RELIANCE, ULTRACEMCO, HDFC અને BHARTIARTL નો સમાવેશ થાય છે.