Petrol Diesel Prices To Shoot Up: દેશવાસીઓને વધુ એક મોંઘવારનીનો મોટો ઝટકો લાગી શકે છે. પેટ્રૉલ-ડીઝલની કિંમતમાં વધારો થવાનુ હવે નક્કી થઇ ગયુ છે. રશિયા દ્વારા યૂક્રેન પર હુમલો અને યુદ્ધના અણસાર વચ્ચે કાચા તેલની કિંમતો 100 ડૉલર પ્રતિ બેરલના રેકોર્ડ પર પહોંચી ગઇ છે. સપ્ટેમ્બર 2014 બાદ પહેલીવાર આવુ બન્યુ છે કે કાચા તેલની કિંમત 100 ડૉલર પ્રતિ બેરલ પહોંચી ગઇ છે. રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થઇ ગઇ ગયુ છે અને કાચુ તેલ પણ મોંઘુ થઇશ શકે છે.
100 ડૉલરથી પણ મોંઘુ થઇ શકે છે કાચુ તેલ-
કાચા તેલની કિંમતો પર નજર કરીએ અને આંતરરાષ્ટ્રીય રિસર્ચ એજન્સીઓનુ માનીએ તો કાચા તેલની કિંમતો હજુ પણ વધી શકે છે. Goldman Sachsએ કહ્યું હતુ કે 2022માં કાચા તેલની કિંમત 100 ડૉલર પ્રતિ બેરલે પહોંચવાની ભવિષ્યવાણી સાચી સાબિત થઇ છે. વળી JP Morganએ તો 2022 માં 125 ડૉલર પ્રતિ બેરલ અને 2023માં 150 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચવાની ભવિષ્યવાણી કરી છે.
બે મહિનાઓથી કાચા તેલની કિંમતોમાં ભડકો-
કાચા તેલની કિંમતોમાં ભડકો થયો છે. 2022માં કાચા તેલની કિંમતોમાં 25 ટકાથી વધુ ઉછાળો આવી ચૂક્યો છે. ગયા બે મહિનાઓથી સતત કાચા તેલની કિંમતોમાં તેજી જોવામા આવી રહી છે. એક સપ્ટેમ્બર 2021એ કાચા તેલની કિંમત 68.87 ડૉલર પ્રતિ બેરલ હતુ, જે હવે 100 ડૉલર પ્રતિ બેરલના સ્તરે કારોબાર કરી રહ્યું છે. એટલે કે દોઢ મહિનાની અંદર તેલના ભાવમાં નીચલા સ્તરેથી 40 ટકાની તેજી આવી ચૂકી છે.
પેટ્રૉલ-ડીઝલના ભાવમાં શું સ્થિતિ-
પરંતુ મુશ્કેલ અહીં જ ખતમ નથી થતી કેમ કે દેશમાં પેટ્રૉલ -ડીઝલની કિંમતોમાં કોઇ ફેરફાર નથી થયો. ખરેખરમાં દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે અને 10 માર્ચે પરિણામ આવશે. માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણીમાં નુકસાનના કારણે સરકારી તેલ કંપનીઓના ભાવોમાં જબરદસ્ત તેજી છતાં સરકારે દબાણમાં પેટ્રૉલ ડીઝલના ભાવોમાં કોઇ ફેરફાર નથી કર્યો. ચૂંટણી બાદ સરકારી તેલ કંપનીઓ ખોટ પુરવા માટે જરૂરી કિંમતોમાં વધારો ઝીંકી દેશે.