Sam Altman: OpenAIમાંથી હાંકી કાઢવામાં આવેલા સીઈઓ સેમ ઓલ્ટમેન (Sam Altman)  હવે માઈક્રોસોફ્ટમાં જોડાવા જઈ રહ્યા છે. માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નડેલા (Satya Nadella) એ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર આ અંગેની જાણકારી આપી હતી.






ઓલ્ટમેનની સાથે ગ્રેગ બ્રોકમેન પણ માઇક્રોસોફ્ટ સાથે કામ કરશે. માહિતી અનુસાર, સેમ ઓલ્ટમેન અને બ્રોકમેન માઈક્રોસોફ્ટમાં એક નવો એડવાન્સ A। રિસર્ટ ટીમનું નેતૃત્વ કરશે.


સત્ય નડેલાએ કહ્યું હતું કે 'અમે openAI સાથે અમારી ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએ. અમે એમ્મેટ શીયર અને ઓપનએઆઈની નવી ટીમ સાથે જાણવા અને તેમની સાથે કામ કરવા આતુર છીએ. "અમે એ સમાચાર શેર કરતા ઉત્સાહિત છીએ કે સેમ અને ગ્રેગ પોતાના સાથીઓ સાથે એક નવી એડવાઇન્સ AI રિસર્ટ ટીમનું નેતૃત્વ કરવા માટે Microsoftમાં જોડાશે."


નોંધનીય છે કે  OpenAI કંપનીના બોર્ડે 17 નવેમ્બરે જ સીઈઓ સેમ ઓલ્ટમેનને પદ પરથી બરતરફ કરી દીધા હતા. OpenAI એ તેની પાછળનું કારણ આપ્યું હતું કે સેમ બોર્ડ સાથે યોગ્ય રીતે વાતચીત કરતા નથી જેના કારણે બોર્ડ માટે કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે.                           


કંપનીની આ જાહેરાત બાદ ઓપન એઆઈના કો-ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ ગ્રેગ બ્રોકમેને પણ રાજીનામું આપી દીધું છે. ઉપરાંત ઓલ્ટમેનની બરતરફીના કલાકોમાં OpenAI ના ત્રણ વરિષ્ઠ રિસર્ચર- જૈકબ પચૉકી, એલેક્ઝાન્ડર મેડ્રી અને સિઝમન સિદોરે પણ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું.                 


ઉલ્લેખનીય છે કે શુક્રવારે કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, "બોર્ડને હવે ઓપન AIનું નેતૃત્વ કરવાની તેમની ક્ષમતા પર વિશ્વાસ નથી." ઓપન AIના ચીફ ટેક્નોલોજી ઓફિસર મીરા મુરાતીની તાત્કાલિક અસરથી વચગાળાના CEO  તરીકે નિમણૂક કરવામાં આવી હતી.