દેશની આ દિગ્ગજ બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝાટકો, FDના વ્યાજ દરમાં કર્યો ધરખમ ઘટાડો
abpasmita.in | 21 Nov 2019 09:03 AM (IST)
નવા દર અનુસાર હવે HDFC બેંક 7થી 14 દિવસની એફડી પર 3.5 ટકા વ્યાજ આપશે.
નવી દિલ્હીઃ ખાનગ ક્ષેત્રની જાણીતી HDFC બેંકે બચત ખાતાધારકોને મોટો ઝાટકો આપ્યો છે. બેંકે ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. નવા દરો 16 નવેમ્બરથી લાગુ થઈ ગયા છે. નવા દર અનુસાર હવે HDFC બેંક 7થી 14 દિવસની એફડી પર 3.5 ટકા વ્યાજ આપશે. જ્યારે 15થી 29 દિવસની એફડી પરનો વ્યાજ દર 4 ટકા થઈ ગયો છે. સાથે જ 30 દિવસતી 45 દિવસની એફડી પર 4.9 ટકા વ્યાજ મળશે. 16 નવેમ્બરથી લાગુ થયા નવા દરો 7-14 દિવસ - 3.50% 15-29 દિવસો - 4.00% 30-45 દિવસ - 4.90% 46-60 દિવસ - 5.40% 61-90 દિવસો - 5.40% 91 દિવસ –6 મહિના 5.40% 6 મહિના 1 દિવસ –9 મહિના 5.80% 9 મહિના 1 દિવસ <1 વર્ષ 6.05% 1 વર્ષ 6.30% 1 વર્ષ 1 દિવસ – 2 વર્ષ 6.30%