How to Check SBI Account Balance: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India) તેના ગ્રાહકો માટે વિવિધ પ્રકારની સુવિધાઓ લાવતી રહે છે. સમગ્ર દેશમાં તેના 45 કરોડથી વધુ ગ્રાહકો છે. આવી સ્થિતિમાં બેંક ગ્રાહકોને અનેક પ્રકારની ડિજિટલ સુવિધાઓ આપવાનો પ્રયાસ કરતી રહે છે. એક સમય હતો જ્યારે લોકોને તેમના ખાતામાં બેલેન્સ ચેક કરવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડતું હતું. ત્યારબાદ  બેંકમાં પાસબુક પ્રિન્ટ કરાવ્યા પછી ખાતામાં જમા થયેલા નાણાંની માહિતી મળતી  હતી.


પરંતુ, વધતા જતા ડિજિટલ યુગમાં હવે લોકોએ બેન્કના ચક્કર લગાવવાની જરૂર નથી. હવે બેન્કના ગ્રાહકો  ઘરે બેસીને પોતાના એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકે છે. તો ચાલો અમે તમને એ ચાર રીતો વિશે જણાવીએ જેના દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકો તેમના ખાતામાં જમા રૂપિયા  વિશે સરળતાથી માહિતી મેળવી શકે છે-


નેટ બેંકિંગ દ્વારા બેલેન્સ તપાસો
જો તમારી પાસે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની નેટ બેંકિંગની સુવિધા છે, તો તમે તમારા ખાતામાં જમા રૂપિયા  વિશે સરળતાથી માહિતી મેળવી શકો છો. તમારે ફક્ત તમારું નેટ બેન્કિંગ ID અને પાસવર્ડ દાખલ કરવાની જરૂર છે. આ સાથે તમે ફંડ ટ્રાન્સફર, પર્સનલ લોન, હોમ લોન વગેરે અન્ય પ્રોડક્ટ્સ વિશે પણ માહિતી મેળવી શકો છો.


SBI YONO દ્વારા બેલેન્સ તપાસો
SBI ની મોબાઈલ બેંકિંગ એપ SBI YONO દ્વારા તમે તમારા ખાતામાં જમા રુપિયા વિશે સરળતાથી માહિતી મેળવી શકો છો. તમે એપ દ્વારા ઈ-પાસબુક જનરેટ કરી શકો છો. આ પછી તમને બેલેન્સ વિશે સંપૂર્ણ માહિતી મળશે.


ATM દ્વારા બેલેન્સ ચેક કરો
જો તમે બેલેન્સ ચેક કરવા માંગો છો તો તમે SBI ATM મશીન દ્વારા પણ ચેક કરી શકો છો. આ માટે તમે તમારા ડેબિટ કાર્ડને એટીએમ મશીનમાં સ્વાઈપ કરો. આ પછી 4 નંબરનો ATM પિન નાખો. ત્યારબાદ બેલેન્સ ઇન્ક્વાયરી વિકલ્પ પર ક્લિક કરીને બેલેન્સ તપાસો.


ટોલ ફ્રી નંબર દ્વારા બેલેન્સ તપાસો
આ સિવાય તમે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર દ્વારા ટોલ ફ્રી નંબર 09223866666 પર કોલ કરીને તમારા એકાઉન્ટની માહિતી આપીને તમારું બેલેન્સ ચેક કરી શકો છો.