દેશના કરોડો સામાન્ય બેન્ક ગ્રાહકો માટે આ સમયે મોટા સમાચાર આવી રહ્યા છે. આ મહિનાની 16મી તારીખે તમે ATM માંથી રોકડ ઉપાડી શકશો નહી અને યુપીઆઇ મારફતે કોઇ લેવડદેવડ કરી શકશો નહીં. એટલું જ નહીં, 16 જૂલાઈના રોજ, તમે IMPS, NEFT અને RTGS દ્વારા ઓનલાઈન મની ટ્રાન્સફર કરી શકશો નહીં. હા, દેશની સૌથી મોટી સરકારી બેન્ક - SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) એ તેના ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ માહિતી જાહેર કરી છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ 14 જૂલાઈ, સોમવારના રોજ તેના સત્તાવાર X એકાઉન્ટમાંથી આ બધી માહિતી શેર કરી છે.

SBI ની ઓનલાઈન બેન્કિંગ સેવા સંપૂર્ણપણે બંધ રહેશે

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે બેન્કની UPI, ATM, YONO, IMPS, RINB (રિટેલ ઈન્ટરનેટ બેંકિંગ), NEFT અને RTGS સેવાઓ બુધવાર, 16 જૂલાઈના રોજ રાત્રે 01:05 થી લઇને 02:10 વાગ્યા સુધી એટલે કે કુલ 1 કલાક અને 5 મિનિટ માટે અસ્થાયી રૂપે બંધ રહેશે. સ્ટેટ બેન્કે જણાવ્યું હતું કે આ બધી સેવાઓ રાત્રે 02.10 વાગ્યા પછી ફરી શરૂ થશે અને પહેલાની જેમ સામાન્ય રીતે કામ કરશે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે 16 જૂલાઈના રોજ રાત્રે 01:05 વાગ્યાથી 02:10 વાગ્યા સુધી મેઇન્ટેનન્સ કાર્ય કરવાનું છે, જેના કારણે આ બધી સેવાઓ બંધ રહેશે.

SBI ગ્રાહકો UPI લાઈટનો ઉપયોગ કરી શકે છે

દેશની સૌથી મોટી સરકારી બેન્કે કહ્યું હતું કે મેઇન્ટેનન્સ કાર્ય પહેલાથી જ સુનિશ્ચિત થયેલ હતું. બેન્કે કહ્યું છે કે સેવાઓ બંધ હોય તે દરમિયાન UPI ને બદલે UPI લાઈટનો ઉપયોગ કરી શકાય છે. આ સાથે બેન્કે આ અસુવિધા માટે તેના ગ્રાહકોની માફી પણ માંગી છે. હવે બધી બેન્કો તેમના ગ્રાહકોને ઓનલાઈન બેન્કિંગ સેવાઓ પૂરી પાડે છે અને તેમને સમયાંતરે તેમની ઓનલાઈન બેન્કિંગ સિસ્ટમને અપડેટ કરવી પડે છે, જે દરમિયાન સિસ્ટમ મેઇટેન અને અપડેટ કરવામાં આવે છે, સેવાઓ થોડા સમય માટે બંધ રહે છે.