આ ઈશ્યૂમાં કંપની 13,71,93,464 શેર ઓફર કરી રહી છે. તેની લો સાઇઝ 19 શેરની હશે. તેના ગુણાંકમાં જ બિડ કરી શકાશે. કંપનીની આરઓઈ (રિટર્ન ઓન ઈક્વિટી) ઘણી વધુ છે. મતલબ કે કંપનીની પ્રોફિટેબિલિટી બહુ સારી છે. તેની પાછળ ભારતીય સ્ટેટ બેંકની તાકાત છે. એસબીઆઈ કાર્ડ્સનો ડિફોલ્ટ રેટ પણ બહુ ઓછો છે. કંપનીનું માર્જિન બહુ સારું છે.
એસબીઆઈ કાર્ડ્સે આઈપીઓ પહેલાં 28 ફેબ્રુઆરીએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 2,769 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે. આ રકમ 74 એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી એકત્રિત કરવામાં આવી છે. એન્કર ઈન્વેસ્ટર સંસ્થાકીય રોકાણકાર હોય છે. તેમને આઈપીઓ ખુલ્યા પહેલાં જ શેરો ખરીદવાની ઓફર અપાય છે.
એસબીઆઇ કાર્ડ્સમાં જે એન્કર ઇન્વેસ્ટર્સે રોકાણ કર્યું છે તેમાં સિંગાપોર ગવર્મેન્ટ, મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, ગવર્મેન્ટ પેન્શન ફંડ ગ્લોબલ અને બિરલા મ્યુચ્યુઅલ ફંડ મુખ્ય છે.