મુંબઈ: હાલ દેશમાં કોરોનાનો કાલો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે શુક્રવાર સવારે આરબીઆઈએ બેંકોમાંથી લોનની ઈએમઆઈ આપી રહેલા લોકોને 3 મહિના સુધીની રાહતની સલાહ આપી હતી. ત્યારે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ તેના ધિરાણ દરોમાં 75 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આવામાં એસબીઆઈના ગ્રાહકો માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યાં છે. જો તમારે SBIના રિટેલ લોનના ગ્રાહક છો તો આગામી ત્રણ મહિના સુધી EMI નહીં ભરો તો ચાલશે. આ જાણકારી SBIના ચેરમેન રજનીશ કુમારે આપી હતી.



એસબીઆઈના ચેરમેન રજનીશકુમારે કહ્યું હતું કે, લોનધારકોએ EMIના ત્રણ હપ્તાને ઓટોમેટિકલી ટાળી દેવામાં આવ્યા છે. આ માટે ગ્રાહકે બેંકોમાં અપ્લાય કરવાની પણ જરૂર નથી. જ્યારે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પર હાલ કોઈ રાહત નથી. ચેરમેને સાથે જ સ્પષ્ટ કર્યું હતું કે, 3 મહિના સુધી EMI પેમેન્ટ નહીં આપવાની સ્થિતિમાં ગ્રાહકોના ક્રેડિટ સ્કોર પર કોઈ અસર નહીં પડે.



નોંધનીય છએ કે, શુક્રવાર આરબીઆઈએ બેંકોમાંથી લોનની ઈએમઆઈ આપી રહેલા લોકોને 3 મહિના સુધીની રાહતની સલાહ આપી હતી. આરબીઆઈએ સલાહ લોકડાઉનના કારણે આપી છે. જોકે, આરબીઆઈએ આને ફરજિયાત કર્યું નથી. ત્યારબાદ એસબીઆઈ પહેલી બેંક છે જેણે ગ્રાહકોને રાહત આપી છે. હવે અન્ય સરકારી અને ખાનગી બેંકો પર પણ ગ્રાહકોને લોનની ઈએમઆઈને 3 મહિના સુધી વધારવા દબાણ વધી ગયું છે.



આરબીઆઈના નિવેદન પર ધ્યાન આપીએ તો હોમ લોન, પર્સનલ લોન, એજ્યુકેશન લોન, કાર લોન સિવાય અન્ય પ્રકારના રિટેલ અથવા કંઝ્યુમર લોન સામેલ છે. જોકે, બિઝનેસ લોનને લઇને સ્થિતિ સ્પષ્ટ નથી.