નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના કરોડો ગ્રાહકોને અગત્યની ખુશખબરી આપી છે. SBIએ ફિક્સડ ડિપોઝિટ પર વ્યાજ દરોમાં વધારો કરી દીધો છે. બેંકે એકથી બે વર્ષથી ઓછી મુદતની એફડી પર 10 બેસિસ પોઇન્ટ સુધીનો વધારો કર્યો છે. નવા દરો 8 જાન્યુઆરી 2021થી લાગુ થઈ ગયા છે.
SBIએ માહિતી આપીને જણાવ્યું ક 2 કરોડ રૂપિયાથી ઓછાની રિટેલ એફડી પર આ દરો 8 જાન્યુઆરીથી લાગુ થઈ ગયા છે. નોંધનીય છે કે આ પહેલા વ્યાજ દરોમાં 10 સપ્ટેમ્બરે સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં 7 દિવસથી 45 દિવસની FD પર 2.9 ટકાના દરથી વ્યાજ મળશે. 46 દિવસથી 179 દિવસની FD પર 3.9 ટકાના દરથી વ્યાજ મળશે. 180થી 1 વર્ષથી ઓછી અવધિની FD પર 4.4 ટકાના દરથી વ્યાજ મળશે. 211 દિવસથી 1 વર્ષની FD પર 3.9 ટકાના દરથી વ્યાજ મળશે. 1 વર્ષથી 2 વર્ષથી ઓછી મુદતની FD પર 5 ટકા વ્યાજ મળશે. 2 વર્ષથી 3 વર્ષથી ઓછી મુદતની FD પર 5.1 ટકા વ્યાજ મળશે. 3 વર્ષથી 5 વર્ષની FD પર 5.3 ટકા વ્યાજ મળશે. 5 વર્ષ અને 10 વર્ષ સુધીની અવધિ માટે FD પર 5.4 ટકા વ્યાજ મળશે.
બેંક તરફથી જણાવવામાં આવ્યા મુજબ સીનિયર સિટીઝન્સને 7 દિવસથી લઈને 10 વર્ષ સુધી મચ્યોર થનારી FD પર લગભગ 3.4 ટકાથી લઈને 6.2 ટકા સુધી વ્યાજ મળશે. જેમાં 7 દિવસથી 45 દિવસની FD પર 3.4 ટકાના દરથી વ્યાજ મળશે. જ્યારે 5 વર્ષ અને 10 વર્ષ સુધીની અવધિ માટે FD પર 6.2 ટકા વ્યાજ મળશે. આ ઉપરાંત વિવિધ મુદત માટે વિવિધ વ્યાજ દર નક્કી કરવામાં આવ્યા છે.
દેશની આ જાણીતી બેંકે FDના દરમાં કર્યો વધારો, નવા રેટ થઈ ગયા લાગુ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Jan 2021 03:05 PM (IST)
બેંક તરફથી જણાવવામાં આવ્યા મુજબ સીનિયર સિટીઝન્સને 7 દિવસથી લઈને 10 વર્ષ સુધી મચ્યોર થનારી FD પર લગભગ 3.4 ટકાથી લઈને 6.2 ટકા સુધી વ્યાજ મળશે.
(તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
- - - - - - - - - Advertisement - - - - - - - - -