દેશી સૌથી મોટી બેંક એસબીઆઈએ હોમ લોનના પોતાના લઘુતમ વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. હવે આ રેટ 6.70થી વધીને 6.95 ટકા થઈ ગયા છે. આ વ્યાજ દર 1 એપ્રિલ 2021થી લાગુ થશે. એસબીઆઈઆ નિર્ણય બાદ હવે અન્ય બેંકો પણ હોમ લોનના વ્યાજ દરમાં વધારો કરી શકે છે. તેનાથી એવા પણ સંકેત મળી રહ્યા છે કે, આવનારા દિવસોમાં હોમ લોનના તમામ રેટમાં વધારો થઈ શકે છે.
તમામ હોમ લોનમાં પ્રોસેસિંગ ફી જોડવામાં આવી
બેંકે માત્ર લઘુતમ વ્યાજદમરાં જ વધારો નથી કર્યો પરંતુ તમામ હોમ લોન પર પ્રોસેસિંગ ફી પણ જોડી દીધી છે. આ નિયમ 1 એપ્રિલ 2021થી લાગુ થશે. એસબીઆઈ પ્રોસેસિંગ ફી તરીકે લોનની સાથે 0.4 ટકા રકમ લે છે. આ રકમ ઓછામાં ઓછી 10 હજાર અને વધુમાં વધુ 30 હજાર રૂપિયા સુધી હોઈ શકે છે. 1 માર્ચ, 2021ના રોજ એસબીઆઈએ હોમ લોનના વ્યાજ દર 6.8થી ઘટાડીને 6.7 ટકા કર્યા હતા. જોકે બેંકની આ ઓફર ઘર ખરીદનારાઓ માટે ખાસ ઓફર હતી.
કેટલી હશે પ્રોસેસિંગ ફી?
જોકે એસબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે એવી લોન જેમાં બિલ્ડર-ડાઈ અપ પ્રોજેક્ટ હશે જેમાં ટાઇટલ ઇનવેસ્ટિંગેશન રિપોર્ટ અને વેલ્યૂએશનની જરૂરત નહીં પડે તેમાં પ્રોસેસિંગ ફી કુલ લોન રકમના 0.4 ટકા હશે. આ દસ હજાર રૂપિયા અને જીએસટીથી વધારે નહીં હોય. જ્યારે ટાઇટલ ઇનવેસ્ટિગેશન રિપોર્ટની જરૂર હશે તેમાં પહેલાની જેમ જ નોર્મલ ચાર્જ લાગશે. બેંકે 31 માર્ચ 2021 સુધી લોન પ્રોસેસિંગ ફી ન લેવાની ઓફર આપી હતી.
અન્ય બેંક પણ એસબીઆઇના પગલે ચાલી શકે છે
વિતેલા મહિને એસબીઆઈએ કહ્યું હતું કે, તેનો હોમ લોન પોર્ટફોલિયો પાંચ લાખ કરોડ રૂપિયાનો છે. આ દેશનો સૌથી મોટો હોમ લોન પોર્ટફોલિયો છે. એસબીઆઈનો દાવો છે કે તે આ સેગમેન્ટમાં માર્કેટ લીડર છે. એસબીઆઈ તરફતી અન્ય હોમ લનના રેટ વધારવાની પણ સંભાવના છે. જો એસબીઆઈ અન્ય હોમ લોનના વ્યાજ દરમાં વધારો કરે તો એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને બેંક ઓફ બરોડા પણ હોમ લોનના વ્યાજ દર વધારી શકે છે.