રિપોર્ટ પ્રમાણે દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ પાસે સૌથી વધારે પેન્શન એકાઉન્ટ્સ છે. એસબીઆઈ પાસે લગભગ 36 લાખ પેન્શન એકાઉન્ટ છે અને 14 સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પ્રોસેસીંગ સેલ(સીપીપીસી) છે.
રિપોર્ટ પ્રમાણે બેંકે પેન્શન ધારકોને 30 નવેમ્બર સુધી તેમના જીવિત હોવાનું પ્રમાણપત્ર જમા કરાવવાની જાહેરાત કરી છે. આ માટે એવા એકાઉન્ટ હોલ્ડરોએ નજીકની એસબીઆઈ બ્રાન્ચથી એક ફોર્મ લેવાનું રહેશે. જેને ભરીને બેંકમાં જમા કરાવવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે બેંક ઘરે બેઠા પણ લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાની સુવિધા આપી રહી છે. ઉમંગ એપના માધ્યમથી સરકારી કર્મચારી લાઇફ સર્ટિફિકેટ જમા કરી શકે છે. ઉપરાંત અન્ય કર્મચારી આધાર સેન્ટર અને કોમન સર્વિસ સેન્ટર પરથી પણ જીવિત પ્રમાણપત્ર જમા કરી શકે છે.