ભારતીય સ્ટેટ બેંક (SBI)એ આ વર્ષે 6100 ટ્રેનીની ભરતી માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. સ્કિલ ઇન્ડિયા પહેલ અંતર્ગત 13 ઓક્ટોબર 2020 સુધી 20થી 28 વર્ષના યુવ ઉમેદવાર બેંક દ્વારા પોસ્ટ કરવામાં આવેલ ટ્રેનિંગ પોઝિસન માટે અરજી કરી શકે છે. બેંક પસંદગી પામેલ ઉમેદવારને 15000 પ્રતિ માસ સ્ટાઈપેન્ડ આપશે. જણાવીએ કે, અરજી પ્રક્રિયા આજથી સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર શરૂ થઈ ગઈ છે.
જે ઉમેદવાર અરજી કરવા માગે છે તેમણે ઓનલાઈન અરજી કરવી પડશે ને એક્ઝામ આપવી પડશે. બીજી બાજુ જે ઉમેદવારની પસંદગી થશે તેને ઇન્ટરશિપ કરવી પડશે અને તેને બેંકમાં જૂનિયર એસોસિએટ અથવા ક્લાર્કના પદ પર છૂટ અને વેટેજ પણ આપવામાં આવશે.
SBI ટ્રેની ભરતી 2021- એલિજિબિલિટી ક્રાઈટેરિયા
ઉમેદવાર જે 31 ઓક્ટોબર 2020 સુધી 20થી 28 વર્ષની વચ્ચે હોય અને કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી લીધી હશે એજ ઉમેદવાર ટ્રેની માટે અરજી કરી શકે છે. ઉમેદવારે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે માત્ર એક રાજ્યમાં જ ટ્રેની માટે અરજી કરી શકાય છે અને માત્ર એક વખત જ પરીક્ષા આપી શકાય છે.
મહત્ત્વપૂર્ણ તારીખ
- ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ – 6 જુલાઈ 2021
- ઓનલાઈન અરજી પ્રક્રિયાની અંતિમ તારીખ – 26 જુલાઈ 2021
- ઓનલાઈન પરીક્ષા – ટેન્ટેવિવલી ઓગસ્ટ 2021
SBI ટ્રેની 2021 માટે અરજી કેવી રીતે કરશો
- અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ sbi.co.in/careers પર જવું અને એપરેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત Engagement of Apprentices પર ક્લિક કરો.
- ડ્રોપ ડાઉનથી, એપ્લાઈ ઓનલાઈન લિંક પર ક્લિક કરો, ઓલ્ટરનેટિવલી અહીં SBI એપરેન્ટિસ ઓનલાઈન એપ્લીકેશન ફોર્મ 2021 લિંક પર ક્લિક કરો.
- નવી વિંડો પર, પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસનો ઉપયોગ કરી નવા રજિસ્ટ્રેશનથી શરૂઆત કરો.
- ઓનલાઈન અરજી પૂરી કરો અ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- અરજી પૂરી કરવા માટે ફી ભરો.
- ઉમેદવાર 26 જુલાઈ 2021 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ફી ભર્યા વગરના ફોર્મ માન્ય ગણવામાં આવશે નહીં.