સુપ્રીમ કોર્ટની RBIને ચેતવણી, ડિફોલ્ટર્સના નામ જાહેર કરો, નહીં તો કોર્ટની અવમાનનો કરો સામનો
abpasmita.in
Updated at:
27 Apr 2019 04:46 PM (IST)
સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને આદેશ આપ્યો હતો કે સૂચનાના અધિકારના કાયદા હેઠળ બેન્ક ડિફોલ્ટર્સના નામ જાહેર કરવામાં આવે. કોર્ટે બેન્કો અને આર્થિક સંસ્થાઓના કામકાજના ઇન્સ્પેક્શન રિપોર્ટને પણ સાર્વજનિક કરવા કહ્યું છે.
NEXT
PREV
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને આદેશ આપ્યો હતો કે સૂચનાના અધિકારના કાયદા હેઠળ બેન્ક ડિફોલ્ટર્સના નામ જાહેર કરવામાં આવે. કોર્ટે બેન્કો અને આર્થિક સંસ્થાઓના કામકાજના ઇન્સ્પેક્શન રિપોર્ટને પણ સાર્વજનિક કરવા કહ્યું છે. સાથે ભવિષ્યમાં કોર્ટના આદેશના ભંગને લઇને ચેતવણી આપી હતી.
જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને એમઆર શાહની બેન્ચે શુક્રવારે આરબીઆઇને હાલની ડિસ્ક્લોઝર પોલિસી ખત્મ કરવાનો આદેશ આપ્યો છે જેના કારણે આરટીઆઇ હેઠળ સૂચનાને સાર્વજનિક કરવામા આવી શકતી નથી. કોર્ટે આરબીઆઇને 2015ના આદેશનું પાલન નહી કરવાને લઇને ફટકાર લગાવી છે જેમાં પારદર્શિતા કાયદા હેઠળ સૂચનાને સાર્વજનિક કરવાનું કહેવામાં આવ્યું હતું. બેન્ચે માન્યું કે, આરબીઆઇએ કોર્ટની અવમાનના કરી છે. જોકે, કોર્ટે કોઇ દંડાત્મક કાર્યવાહી કરી નહોતી અને ચેતવણી આપી હતી કે ભવિષ્યમાં આદેશનો ભંગ ના થાય તે માટે તેને ગંભીરતાથી લેવામાં આવે અને આરબીઆઇને અવમાનનાની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે
દેશની સૌથી મોટી કોર્ટે 2015માં કહ્યું હતું. અમારું માનવું છે કે અનેક આર્થિક સંસ્થાઓ એવા કામમાં સંડોવાયેલી છે કે જેમાં પારદર્શીતા નથી. આરબીઆઇ તેમના કામ પર પડદા નાખી રહી છે. આરબીઆઇનું કર્તવ્ય છે કે એ બેન્કો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવે જે ગેરકાયદેસર બિઝનેસમાં સંડોવાયેલી છે.
આરબીઆઇને અંતિમ તક આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કોર્ટ દ્ધારા જાહેર આદેશનું ઉલ્લંઘન પર અમે નજર રાખી રહ્યા હતા પરંતુ અમે ડિસ્ક્લોઝર નીતિને ખત્મ કરવાની અંતિમ તક આપી રહ્યા છીએ જે આ કોર્ટના આદેશ વિરુદ્ધમાં છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -