માર્કેટ રેગ્યુલેટરી બોડી SEBI (Securities and Exchange Board of India) એ ફૂડ ડિલીવરી કંપની ઝોમેટોને પોતાનો આઈપીઓ લાવવા મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી પછી ઝોમાટો આઇપીઓ દ્વારા 1.2 અબજ ડોલર એકત્ર કરશે. નિષ્ણાતોના મતે ચાઇનીઝ એન્ટ ગ્રુપ દ્વારા સમર્થિત કંપની ઝોમેટોના આઇપીઓની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી. કંપનીએ એપ્રિલમાં આઈપીઓ માટે સેબીને અરજી કરી હતી, જેને સેબી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.


જુલાઈ મહિનામાં આવનાર IPOમાંથી સૌથી મોટ ઈશ્યૂ ઝોમેટો લાવવાની યોજનામાં છે. આ મહિનાનો પહેલો આઈપીઓ ઈન્ફ્રાપ્રોજેક્ટસ લિમિટેડનો 7 જુલાઈએ ઓપન થવા જઈ રહ્યો છે. તેનો પ્રાઈસ બેન્ડ 828થી 837 રૂપિયા રાખવામાં આવ્યો છે.


ઝોમેટો 8250 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવશે. આ ફૂડ ડિલિવરી કંપની છે. તમને જણાવી દઈએ કે જૂન મહિનામાં 5 કંપનીઓએ આઈપીઓ લોન્ચ કર્યા હતા. ઝોમેટો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મુજબ, કંપની 8250 કરોડના ઇક્વિટી શેર રજૂ કરશે. તેમાંથી 7500 કરોડ નવા ઇશ્યૂ હશે, જ્યારે કંપનીના હાલના રોકાણકારોના ઇન્ફો એજથી 750 કરોડ મળવવામાં આવશે.


કંપનીએ છેલ્લા કેટલાક મહિનાઓમાં પ્રી આઈપીઓ પ્રાઇમરી ફંડ રેઝર દ્વારા 25 કરોડ ડોલર એકત્રિત કર્યા છે. આ સાથે કંપનીનું વેલ્યુએશન 5.4 અબજ ડોલર પર પહોંચી ગયું છે. આઈપીઓ આવ્યા પછી કંપનીને 7 8.7 અબજનું વેલ્યુએશન મળવાની અપેક્ષા છે.


ઝોમેટો કંપની ઓફર ફોર સેલમાં ઇન્ફોએજ પોતાની હિસ્સેદારી વેચી શેક છે. ઝોમેટોમાં આન્ટ ફાઇનાન્શિયલ, ઇન્ફો એજ, સિકોયા કેપિટલ, ઉબર જેવા રોકાણકારો સામેલ છે. હાલમાં જ ઝોમેટોએ ખુલને એક પ્રાઈવેટ કંપનીથી પબ્લિક કંપનીમાં ફેરવી હતી. તેના માટે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.


કંપનીને આશા છે કે શહેરી જનસંખ્યામાં વધારો, કામકાજી પરિવારની વધતી સંખ્યા, ઇન્ટરનેટ અને સ્માર્ટફોનની વધતુ પહોંચને કારણે કંપનીનો કારોબાર આગળ વધશે.


નોંધનીય છે કે, જુલાઇ નો મહિનો તમને કમાણી કરવાની ઘણી તક આપશે. જુલાઈમાં  11 કંપનીઓના IPO આ મહિનામાં આવી રહ્યા છે. જો તમે આઈપીઓમાં રોકાણ કરીને પૈસા કમાવવા માંગતા હો, તો તમને ઘણી તકો મળશે. બજારમાંથી ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી રહેલી કંપનીઓ ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) લાવવાનું વધુ પસંદ કરી રહી છે.