Reliance Power Share Price: રિલાયન્સ ગૃપની માલિકીની અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરને મોટી રાહત મળી છે. સૉલાર એનર્જી કોર્પૉરેશન ઓફ ઈન્ડિયા (SECI) એ રિલાયન્સ પાવર પર સૉલાર પ્રૉજેક્ટ્સ માટે બીડિંગ પર લાદવામાં આવેલ પ્રતિબંધ પાછો ખેંચી લીધો છે. કંપનીએ કહ્યું કે, લાયન્સ NU BESS લિમિટેડ સિવાય રિલાયન્સ અને તેની પેટાકંપની કંપનીઓ સૉલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના તમામ ટેન્ડરમાં ભાગ લઈ શકશે.


રિલાયન્સ પાવરને મળી મોટી રાહત 
3 ડિસેમ્બર, 2024 ના રોજ સ્ટૉક એક્સચેન્જો સાથે ફાઇલ કરવામાં આવેલી નિયમનકારી ફાઇલિંગમાં એવી માહિતી આપવામાં આવી હતી કે રિલાયન્સ પાવર લિમિટેડ પર લાદવામાં આવેલી પ્રતિબંધની નૉટિસ સૉલર એનર્જી કોર્પૉરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા પાછી ખેંચી લેવામાં આવી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 6 નવેમ્બર 2024ના રોજ જાહેર કરાયેલી જાહેર નૉટિસમાં કહેવામાં આવ્યું હતું કે સૉલાર એનર્જી કોર્પૉરેશન ઓફ ઈન્ડિયાએ રિલાયન્સ પાવર અને રિલાયન્સ ન્યૂ બેઝ લિમિટેડને આગામી ત્રણ વર્ષ માટે ભાવિ ટેન્ડરમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે.


રિલાયન્સ પાવર પર તાત્કાલિક અસરતી બેન હટાવાયો 
રિલાયન્સ પાવરના જણાવ્યા અનુસાર મામલે કાનૂની કાર્યવાહી બાદ રિલાયન્સ પાવર પર ટેન્ડરમાં ભાગ લેવા પર લગાવવામાં આવેલ પ્રતિબંધ તાત્કાલિક અસરથી પાછો ખેંચી લેવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું કે પ્રતિબંધની નૉટિસ પાછી ખેંચી લીધા પછી પણ સૉલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને તેના કાયદા મુજબ તમામ પગલાં લેવાનો અધિકાર છે. આવી સ્થિતિમાં 6 નવેમ્બર 2024 ના રોજ જારી કરાયેલી નૉટિસમાં લિમીટેડ હદ સુધી ફેરફાર કરવામાં આવ્યો છે.


દિલ્હી હાઇકોર્ટથી મળી રાહત 
વાસ્તવમાં, સૉલાર એનર્જી કોર્પૉરેશન ઓફ ઈન્ડિયાએ બનાવટી બેંક ગેરંટી દસ્તાવેજો સબમિટ કરવાના સંબંધમાં આગામી ત્રણ વર્ષ માટે રિલાયન્સ પાવરને તેના ભાવિ ટેન્ડરમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, રિલાયન્સ પાવરે ત્યારે કહ્યું હતું કે કંપની અને તેની સહાયક કંપનીઓએ પ્રમાણિકતાથી કામ કર્યું હતું અને તેઓ છેતરપિંડી, બનાવટી અને કપટપૂર્ણ કાવતરાનો ભોગ બન્યા હતા. કંપનીએ આ મામલે દિલ્હી પૉલીસની ઈકોનૉમિક ઓફેન્સ વિંગમાં ફોજદારી ફરિયાદ પણ નોંધાવી હતી. સૉલાર એનર્જી કોર્પૉરેશનની કાર્યવાહી બાદ રિલાયન્સ પાવરના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ દિલ્હી હાઈકોર્ટે રિલાયન્સ પાવર પર પ્રતિબંધ મૂકવાની SECIની નૉટિસ પર રોક લગાવી હતી.


આ પણ વાંચો


Share Market Today:શેરબજારમાં જબરદસ્ત તેજી સેંસેક્સ 81000ને પાર,મિડ, સ્મોલ કૈપ સ્ટોક્સમાં ઉછાળો