SBI We Care Special Scheme:  જો તમે સિનિયર સિટિઝન છો અને રોકાણ કરવાનો વિકલ્પ શોધી રહ્યા છો, તો સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા દ્ધારા તમારા માટે એક ખાસ સ્કીમ લૉન્ચ કરવામાં આવી છે, સૌથી રસપ્રદ વાત એ છે કે SBIએ તેની ડેડલાઇન અનેક મહિનાઓ સુધી વધારી દીધી છે. આ રોકાણ યોજનાનું નામ SBI WeCare છે. આમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ અગાઉ 31મી માર્ચ નક્કી કરવામાં આવી હતી, જે હવે લંબાવીને 30મી સપ્ટેમ્બર 2024 કરવામાં આવી છે. એટલે કે તમે હવે આ સ્કીમમાં સપ્ટેમ્બર સુધી રોકાણ કરી શકો છો.


ખૂબ જ આકર્ષક વ્યાજ દર


SBIની WeCare સ્કીમની સૌથી મહત્વની વાત એ છે કે તેમાં આકર્ષક વ્યાજ દરો ઓફર કરવામાં આવી રહ્યા છે. જેમાં વરિષ્ઠ નાગરિકોને 7.50 રૂપિયા વ્યાજ મળી રહ્યું છે. WeCare એ એક FD છે જેમાં તમે તમારા નિવૃત્તિના નાણાંનું રોકાણ કરી શકો છો. વરિષ્ઠ નાગરિકો આ યોજનામાં ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષ માટે રોકાણ કરી શકે છે. અન્ય એફડી દરોની તુલનામાં આ બચત યોજના વધુ વ્યાજ આપી રહી છે, તેથી જ આ એફડી યોજનાને ઘણી પસંદ કરવામાં આવી રહી છે.


મેચ્યોરિટી બાદ કરી શકાશે રિન્યૂ


સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા એવી ઘણી યોજનાઓની સમયમર્યાદા લંબાવે છે જેની લોકપ્રિયતા ઘણી વધારે છે. મેચ્યોરિટી પછી તમે આ એકાઉન્ટને રિન્યુ પણ કરી શકો છો. એટલે કે, જો તમે 10 વર્ષ સુધી તેમાં સારા પૈસા જમા કરાવ્યા છે, તો તમને ફક્ત વ્યાજમાંથી જ લાખો રૂપિયા મળશે. આ પછી તમે તમારા ખર્ચ માટે અલગથી વ્યાજના પૈસા ઉપાડીને તે જ ખાતાને ફરીથી રિન્યૂ કરી શકો છો. આ રીતે તમારા પૈસા કમાતા રહેશે અને તમને પૈસા આપશે.                            


હવે જો તમારા પરિવારમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ છે અને તે તાજેતરમાં જ નિવૃત્ત થયા છે તો તમે તેને SBIની આ સ્કીમ વિશે કહી શકો છો. જેથી તેઓ સુરક્ષિત રીતે તેમના નાણાંનું રોકાણ કરી શકે.