આજે સેન્સેક્સ 1075.41 અંકના વધારા સાથે 39,090.03 પર બંધ રહ્યો. નિફ્ટી પણ 329.20 અંકના વધારા સાથે 11,603.40 પર બંધ રહી. ગત સત્રના કારોબારમાં શુક્રવારે સેન્સેક્સ 1921.15 અંકના ઉછાળા સાથે 39,014.62 પર બંધ રહ્યો હતો. આ રીતે બે કારોબારી સત્રમાં સેન્સેક્સમાં આશરે 3000 પોઇન્ટનો ઉછાળો આવ્યો છે. બે સત્રની તેજી બાદ નિફ્ટીની માર્કેટ કેપમાં આશરે 7 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
દેશના અર્થતંત્રમાં છેલ્લા થોડા સમયથી મંદીનો માહોલ હતો. જે બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે સવારે સાડા દસ વાગે કરેલી જાહેરાત બાદ અચાનક તેજી આવી હતી. જે બજાર માટે બૂસ્ટર ડોઝ સાબિત થઈ છે.
India vs South Africa: હાર્દિક પંડ્યાનો કેચ પકડીને ડેવિડ મિલરે મેળવી મોટી સિદ્ધિ, જાણો વિગતે