Stock Market Closing On 20 September 2024: અઠવાડિયાનું છેલ્લું વેપારી સત્ર ભારતીય શેર બજાર માટે ઐતિહાસિક સાબિત થયું છે. BSE સેન્સેક્સ પ્રથમ વખત 84000નો આંકડો પાર કરી ગયો તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ રેકોર્ડ હાઈને સ્પર્શવામાં સફળ રહ્યો છે. બેન્કિંગ, ઓટો, IT, FMCG અને એનર્જી સ્ટોક્સમાં દેશી વિદેશી રોકાણકારોની ખરીદી ને કારણે બજારમાં આ તેજી જોવા મળી છે. મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સમાં રૌનક પાછી આવી. આજનો વેપાર પૂરો થતાં BSE સેન્સેક્સ 1359 અંકોના ઉછાળા સાથે 84,544 અને નિફ્ટી 375 અંકોના ઉછાળા સાથે 25,790ના ઓલટાઈમ હાઈ પર બંધ થયો છે.
6.50 લાખ કરોડ રૂપિયા વધ્યા રોકાણકારોની સંપત્તિ
શેર બજારમાં આવેલી આ શાનદાર તેજીને કારણે રોકાણકારોની સંપત્તિમાં 7 લાખ કરોડ રૂપિયાની નજીકનો ઉછાળો જોવા મળ્યો છે. BSE પર લિસ્ટેડ સ્ટોક્સનું માર્કેટ કેપ 471.97 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું છે જે અગાઉના સત્રમાં 465.47 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં 6.50 લાખ કરોડ રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે.
વધનારા અને ઘટનારા સ્ટોક
આજના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 26 શેર ઉછાળા સાથે અને 4 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 43 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 7 નુકસાન સાથે બંધ થયા હતા. BSE પર કુલ 4059 શેરનું ટ્રેડિંગ થયું હતું જેમાં 2442 શેરો તેજી સાથે અને 1501 શેર નુકસાન સાથે બંધ થયા હતા. 116 શેરોના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. વધતા શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 5.57 ટકા, ICICI બેન્ક 3.77 ટકા, JSW સ્ટીલ 3.66 ટકા, L&T 3.07 ટકા, ભારતી એરટેલ 2.84 ટકા, નેસ્લે 2.49 ટકા, અદાણી પોર્ટ્સ 2.49 ટકા, એચયુએલ 2.09 ટકા, એચડીએફસી 2.91 ટકા વધીને બંધ થયા છે સાથે જ્યારે ઘટતા શેરોમાં, SBI 1.07 ટકાના ઘટાડા સાથે, ઇન્ડસઇન્ડ બેન્ક 0.33 ટકાના ઘટાડા સાથે, TCS 0.27 ટકાના ઘટાડા સાથે અને બજાજ ફાઇનાન્સ 0.07 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.
સેક્ટરોલ અપડેટ
આજના કારોબારમાં તમામ સેક્ટરના શેર ઉછાળા સાથે બંધ થયા છે. બેન્કિંગ, એફએમસીજી, ઓટો, આઈટી, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર સેક્ટરના શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. આજના કારોબારમાં મિડ-કેપ અને સ્મોલ-કેપ શેર્સમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.
આ પણ વાંચોઃ
Gold Price Today: સોનામાં રેકોર્ડ ઉછાળો, તેજી પછી હવે કેટલા થઈ ગયા ભાવ, આગળ કેવી રહેશે ચાલ?