Stock Market Closing On 4 October 2024: અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ સેશન અને સતત પાંચમા દિવસે ભારતીય શેર બજાર ભારે ઘટાડા સાથે બંધ થયું છે. આખો દિવસ બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. સવારે બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું પરંતુ દિવસ દરમિયાન સેન્સેક્સમાં 870 અને નિફ્ટીમાં 235 અંકનો વધારો આવ્યો હતો. પરંતુ વેપાર પૂરો થવાના થોડા સમય પહેલા બજારમાં ફરી તીવ્ર નફાખોરી શરૂ થઈ અને સેન્સેક્સ દિવસના ઉચ્ચ સ્તરથી 1835 અને નિફ્ટી 520 અંક સુધી નીચે ગબડ્યો. એફએમસીજી, બેન્કિંગ અને એનર્જી સ્ટોક્સમાં વેચવાલીને કારણે બજારમાં આ ઘટાડો આવ્યો છે. વેપાર પૂરો થતાં સેન્સેક્સ 808 અંકના ઘટાડા સાથે 81,688 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 200 અંકના ઘટાડા સાથે 25049 અંક પર બંધ થયો છે.


રોકાણકારોને 3.70 લાખ કરોડ રૂપિયાનું નુકસાન


બજારમાં વેચવાલીને કારણે આજે પણ રોકાણકારોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. બીએસઈ પર લિસ્ટેડ સ્ટોક્સનું માર્કેટ કેપ 461.05 લાખ કરોડ રૂપિયા પર ગિરીને બંધ થયું છે જે અગાઉના સત્રમાં 465.05 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોને 3.70 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ અઠવાડિયે ભારતીય શેર બજારના માર્કેટ કેપમાં 17 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો છે.


વધનારા - ઘટનારા સ્ટોક




બીએસઈ પર કુલ ટ્રેડ થયેલા 4054 શેરમાંથી 1532 શેર તેજી સાથે અને 2386 શેર ઘટાડા સાથે બંધ થયા. સેન્સેક્સના 30 શેરમાંથી 8 તેજી સાથે જ્યારે 22 ઘટાડા સાથે બંધ થયા. નિફ્ટીના 50 શેરમાંથી 13 તેજી સાથે અને 37 ઘટાડા સાથે બંધ થયા. તેજી વાળા શેરમાં ઇન્ફોસિસ 1.33 ટકા, ટેક મહિન્દ્રા 0.83 ટકા, ટાટા મોટર્સ 0.51 ટકા, એક્સિસ બેંક 0.50 ટકા, ટીસીએસ 0.42 ટકા, એસબીઆઈ 0.28 ટકા, એચસીએલ ટેક 0.27 ટકાની તેજી સાથે બંધ થયા છે. ઘટાડા વાળા શેરમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3.58 ટકા, બજાજ ફાઇનાન્સ 3.01 ટકા, નેસ્લે 2.85 ટકા, એશિયન પેઇન્ટ્સ 2.49 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.


સેક્ટોરલ અપડેટ


આજના કારોબારમાં આઈટી સ્ટોક્સને બાદ કરતાં બાકીના તમામ સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. બેંકિંગ, ઓટો, એફએમસીજી, ફાર્મા, મેટલ્સ, એનર્જી, હેલ્થકેર, મીડિયા, રિયલ એસ્ટેટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર ઘટાડા સાથે બંધ થયા. મિડકેપ અને સ્મોલકેપ શેરમાં આજે પણ ઘટાડો જોવા મળ્યો છે.


આ પણ વાંચોઃ


Gold Silver Rate: દિવાળી પહેલા જ સોના ચાંદીના ભાવ આસમાને, જાણો 22-24 કેરેટ સોનું કેટલું મોંઘું થયું