Stock Market Crash: મંગળવારે ભારતીય શેરબજારનો ટ્રેન્ડ બદલાયો હોય તેવું લાગે છે. આજે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ બાદ શેરબજાર ખુલ્યું ત્યારે બંને ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સમાં 200 પોઈન્ટથી વધુનો વધારો જોવા મળ્યો જ્યારે નિફ્ટીમાં પણ તેજી જોવા મળી હતી. પરંતુ આ શરૂઆતની તેજી થોડીવારમાં જ ઓસરી ગઈ અને સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા. માત્ર એક કલાકના ટ્રેડિંગ પછી શેરબજાર ક્રેશ થયું અને સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ ગબડ્યો હતો.


સેન્સેક્સ 830 પોઈન્ટ ઘટ્યો


મંગળવારે અઠવાડિયાના બીજા કારોબારી દિવસે શેરબજારે તેજી સાથે કારોબાર શરૂ કર્યો હતો. બીએસઈ સેન્સેક્સ 77,261.72 પર ટ્રેડિંગ શરૂ કર્યું, જે તેના અગાઉના 77,073ના બંધ સ્તરથી ઉપર આવ્યું હતું, પરંતુ આ વધારો થોડી મિનિટો માટે જ જોવા મળ્યો પછી અચાનક સેન્સેક્સ ઘટવા લાગ્યો અને 401.93 પોઈન્ટથી વધુ ઘટીને 76,671ના સ્તરે પહોંચી ગયો. એટલું જ નહીં સમાચાર લખતી વખતે સવારે 10.15 વાગ્યે સેન્સેક્સ 834 પોઈન્ટ ઘટીને 76,239ના સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સની જેમ NSE નિફ્ટીની ચાલ પણ અચાનક બદલાઈ ગઈ હતી. તે 210 પોઇન્ટ ઘટીને 23,127ના સ્તરે પહોંચ્યો હતો


ટ્રમ્પના શપથ પહેલા બજારમાં ઉછાળો આવ્યો હતો


ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ પછી બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ તેના પાછલા ટ્રેડિંગ દિવસે એટલે કે શપથ પહેલા ભારતીય શેરબજારમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. સોમવારે સેન્સેક્સ 76,978.53 પર ખુલ્યો, જે તેના પાછલા બંધ કરતા લગભગ 300 પોઈન્ટ વધીને 77,318.94 પર પહોંચ્યો અને અંતે 454.11 પોઈન્ટના ઉછાળા સાથે 77,073.44 પર બંધ થયો હતો.


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પદ સંભાળ્યા પછી તરત જ પડોશી દેશો પર ટ્રેડ ટેરિફની જાહેરાત કર્યા પછી ભારતીય બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી નીચે ટ્રેડ કરી રહ્યા છે.


નિષ્ણાતો માને છે કે ટ્રમ્પ ટ્રેડ ટેરિફ અંગે સ્પષ્ટ નથી. ટ્રમ્પના સંભવિત આર્થિક નિર્ણયો અંગે કોઈ સ્પષ્ટતા વિના ઇમિગ્રેશન પર ટ્રમ્પ 2.0 શરૂ થયું છે. તેમના ઉદ્ઘાટન ભાષણમાં તેઓ ઇમિગ્રેશન અંગે ખૂબ જ સ્પષ્ટ હતા, પરંતુ ટેરિફ અંગેના તેમના ભાષણમાં સ્પષ્ટતાનો અભાવ હતો. કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફના સંભવિત સંકેત સૂચવે છે કે ટેરિફ વધારાની નીતિ ધીમે ધીમે લાગુ કરવામાં આવશે.


Budget 2025: કરદાતાઓ માટે ખુશખબર? ઈન્કમ ટેક્સમાં મળી શકે છે આ 5 મોટી રાહતો