Stock Market Closing: શરૂઆતી ઘટાડા બાદ બજાર નિચેથી સુધર્યું હતું અને સેન્સેક્સ અને નિફ્ટી નિચેથી સુધરીને બંધ થયા હતા. મિડકેપ, સ્મોલકેપ ફ્લેટ બંધ થયા. ઓટો, એફએમસીજી શેરોમાં ખરીદારી હતી જ્યારે મેટલ, એનર્જી, રિયલ્ટી ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. ફાર્મા, બેન્કિંગ અને ઈન્ફ્રા શેર્સ પર દબાણ હતું. 

 

વિપ્રો, ટેક મહિન્દ્રા, યુપીએલ, સન ફાર્મા અને એનટીપીસી નિફ્ટીના ટોપ લૂઝર હતા. બજાજ ઓટો, LTIMindtree, Nestle India, Hero MotoCorp અને UltraTech Cement નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ હતા. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 247.78 પોઈન્ટ્સ અથવા 0.38 ટકાના ઘટાડા સાથે 65,629.24 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 46.40 પોઈન્ટ અથવા 0.24 ટકાના ઘટાડા સાથે 19624.70 ના સ્તર પર બંધ થયો હતો.

ભારતીય શેરબજાર સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું છે. નબળા વૈશ્વિક સંકેતોને કારણે સવારે બજાર લાલ નિશાન સાથે ખુલ્યું હતું. દિવસ દરમિયાન બજાર નીચલા સ્તરેથી રિકવર થયું હતું. પરંતુ બજાર બંધ થાય તે પહેલા પ્રોફિટ બુકિંગ ફરી વળ્યું હતું અને આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 248 પોઈન્ટના ઘટાડા સાથે 65,629 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 46 પોઈન્ટના ઘટાડા સાથે 19,624 પોઈન્ટ પર બંધ થયો હતો.

સેક્ટરની સ્થિતિ
આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, ફાર્મા, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા છે. જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મીડિયા, એફએમસીજી અને ઓટો સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી હતી. આજના કારોબારમાં મિડ-કેપ શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શૅર્સમાંથી 8 શૅર લાભ સાથે અને 22 શૅર નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅરમાંથી 17 શૅર તેજી સાથે અને 33 શૅર નુકસાન સાથે બંધ થયા હતા.

ઈન્ડેક્સનું નામ બંધ સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ફેરફાર ટકાવારી
BSE MidCap 32,210.38 32,246.35 31,938.89 -0.08%
BSE Sensex 65,629.24 65,869.65 65,343.50 -0.38%
BSE SmallCap 38,490.14 38,552.75 38,247.77 0.07%
India VIX 10.90 11.2125 10.05 -0.62%
NIFTY Midcap 100 40,332.60 40,375.60 40,001.00 -0.09%
NIFTY Smallcap 100 13,030.60 13,055.00 12,922.15 0.15%
NIfty smallcap 50 6,031.00 6,045.50 5,969.95 0.06%
Nifty 100 19,562.30 19,613.75 19,449.35 -0.25%
Nifty 200 10,495.55 10,519.95 10,431.45 -0.23%
Nifty 50 19,624.70 19,681.80 19,512.35 -0.24%

રોકાણકારોને નુકસાન
આજે પણ બજારમાં ઘટાડાથી શેરબજારના રોકાણકારોને નુકસાની વેઠવી પડી છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 320.91 લાખ કરોડ થયું છે, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 321.39 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોને રૂ.48,000 કરોડનું નુકસાન થયું છે. શેરની મુવમેન્ટ પર નજર કરીએ તો બજાજ ઓટો 6.72 ટકા, નેસ્લે 3.74 ટકા, હીરો મોટોકોર્પ 3.57 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.90 ટકા, સિપ્લા 1.05 ટકા, ગ્રાસિમ 1.02 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે વિપ્રો 2.98 ટકા, ટેક મહિન્દ્રા 1.26 ટકા, યુપીએલ 1.13 ટકા, હિન્દાલ્કો 1.05 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.