Share Market Crash:  આજનો ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે બ્લેક ફ્રાઈડે સાબિત થયો છે. ગુરુવારની રજા બાદ અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડાથી બજારનો મૂડ ખરાબ થયો છે, જેના કારણે આજે દિવસભર ભારતીય શેરબજારમાં રોકાણકારોએ ભારે નફો બુક કર્યો હતો.




સેન્સેક્સ 60,000 પોઈન્ટની નીચે સરકી ગયો. એક સમયે સેન્સેક્સ 1200 પોઈન્ટ નીચે આવી ગયો હતો. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 1.45 ટકા અથવા 874 પોઈન્ટના ઘટાડા સાથે 5930 પોઈન્ટ પર બંધ થયો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 400 પોઈન્ટની નજીક લપસી ગયો હતો. અને નિફ્ટી 287 પોઈન્ટના ઘટાડા સાથે 17,604 પોઈન્ટ પર બંધ થયો છે.




રોકાણકારોને નુકસાન


માર્કેટમાં આજના ઘટાડાથી રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 269.74 લાખ કરોડ થયું છે. જ્યારે 25 જાન્યુઆરી, બુધવારે માર્કેટ કેપ રૂ. 276.69 લાખ કરોડ હતું. એટલે કે આજના ટ્રેડિંગ સેશનમાં 6.95 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બે ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.