નવી દિલ્હીઃ કાશ્મીરમાં તંગદિલીની અસર હવે શેર બજાર પર પણ સ્પષ્ટ દેખાઇ રહી છે. રાજકીય હલચલની વચ્ચે આજે ભારતીય શેર બજારમાં ભારે ઘટાડો આવ્યો, આ સિલસિલે સતત ચાલુ રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીની ખુલતાની સાથે જ ડાઉન રહ્યાં હતા.

સેન્સેક્સ 600 પૉઇન્ટ લુઢક્યો હતો, તો નિફ્ટીમાં 200 પૉઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં આ આ વર્ષનો સૌથી મોટો ઘટાડો છે.

સવારે માર્કેટમાં સેન્સેક્સ 36 હજાર 500ના સ્તરે હતુ, તો નિફ્ટી 10 હજાર 800ના સ્તરના નીચે આવી ગયુ હતુ. આ સમયે બીએસઇ ઇન્ડેક્સમાં યસ બેન્કના શેરમાં 6 ટકાથી વધુની તુટ થઇ હતી. જ્યારે એસબીઆઇના શેર 4 ટકાથી વધારે તુટ્યા હતા.



માર્કેટમાં આવેલા આ ઘટાડામાં ગ્લૉબલ બજારોમાં બિકવાલી અને ખાસ કરીને કાશ્મીર તનાવ અને રાજકીય ઉથલપાથલને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે.