Stock Market Today: એશિયન બજારોમાંથી નબળા સંકેતો વચ્ચે ઘરઆંગણાના માર્કેટમાં આજે ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઈ છે. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 600 પોઈન્ટ્સથી વધુ તૂટ્યો તો નિફ્ટી પણ ઘટીને 22400ની નીચે આવી ગયો. બ્રોડર લેવલ પર પણ માર્કેટમાં અફરાતફરી મચેલી છે અને નિફ્ટી મિડકેપ 100 તથા નિફ્ટી સ્મોલકેપ 100માં અડધા-અડધા ટકાથી વધુનો ઘટાડો છે. આ ઘટાડા વચ્ચે શરૂઆતી કારોબારમાં જ BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ₹3.70 લાખ કરોડથી વધુ ઘટી ગયું એટલે કે રોકાણકારોની સંપત્તિ ₹3.70 લાખ કરોડથી વધુ ઘટી ગઈ.

Continues below advertisement

 

Continues below advertisement

હાલમાં 09:33 AM વાગ્યે સેન્સેક્સ (Sensex) 411.67 પોઈન્ટ્સ એટલે કે 0.56% ના ઘટાડા સાથે 72,712.16 અને નિફ્ટી 50 (Nifty 50) 146.95 પોઈન્ટ્સ એટલે કે 0.65% ના કડાકા સાથે 22,453.05 પર છે. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 609.26 પોઈન્ટ્સ તૂટીને 72,514.57 અને નિફ્ટી 212.65 પોઈન્ટ્સ ઘટીને 22,387.35 સુધી આવી ગયો.

આ પણ વાંચો.....Kisan Vikas Patra: પૈસા ડબલ કરવાની સરકારી સ્કીમ, જાણો કોણ ખોલાવી શકે છે કિસાન વિકાસ પત્ર ખાતું?

એશિયન બજારમાંથી નબળા સંકેત

મોટાભાગના એશિયન બજારોમાં વેચવાલીની આંધી ચાલી રહી છે. તેના કારણે ઘરઆંગણાના માર્કેટમાં નેગેટિવ સેન્ટિમેન્ટ બન્યું છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 1%, જાપાનનો નિક્કેઈ 225 અને ઈન્ડોનેશિયાનો જેકાર્તા કમ્પોઝિટ અડધા-અડધા ટકાથી વધુ, સિંગાપુરનો સ્ટ્રેટ ટાઈમ્સ આશરે અડધો ટકો લપસ્યો તો ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ પણ લાલ નિશાનમાં છે. જ્યારે હોંગકોંગના હેંગસેંગમાં અડધો ટકો અને થાઈલેન્ડના સેટ કમ્પોઝિટમાં અડધા ટકાથી સહેજ ઓછો વધારો જોવા મળ્યો છે.

 

કચા તેલની કિંમતોમાં ઘટાડો

સોમવારે પ્રારંભિક વેપારમાં કાચા તેલ ની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ પશ્ચિમ એશિયાથી પુરવઠા અંગેની ચિંતાઓને કારણે તે હજુ પણ ઊંચા સ્તરે જળવાઈ રહી છે. બ્રેન્ટ ક્રૂડ (Brent crude) 1.39 ટકા ઘટીને $115.10 પ્રતિ બેરલ થયું હતું, જ્યારે વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI) 1.76 ટકા ઘટીને $101.50 પ્રતિ બેરલ થયું હતું.

પાછલા સપ્તાહમાં બ્રેન્ટ ક્રૂડ છ મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ તેમાં આ ઘટાડો થયો છે. ભારત માટે, જે આયાતી ક્રૂડ ઓઈલ પર વધુ નિર્ભર છે, સતત ઊંચા રહેતા તેલના ભાવ ફુગાવા, આયાત બિલ અને રૂપિયાની સપાટી માટે જોખમ ઊભું કરે છે.