Paradeep Phosphates Shares: શેર ઇશ્યૂ કિંમત કરતાં 4% ના પ્રીમિયમ પર લિસ્ટ થયો છે. કંપનીની ઈશ્યુ પ્રાઈસ રૂ. 42 છે. જ્યારે તેના શેર આજે 27 મેના રોજ 4% પ્રીમિયમ સાથે BSE પર રૂ. 43.45 પર લિસ્ટ થયો છે. બીજી તરફ, તેના શેર NSE પર 5%ના પ્રીમિયમ સાથે રૂ. 44 પર લિસ્ટ થવામાં સફળ થયા છે.


પારદીપ ફોસ્ફેટ્સનો IPO 17 મે થી 19 મે સુધી બિડિંગ માટે ખુલ્યો હતો. કંપનીના 26,86,76,858 શેર માટે 47,02,00,150ની બોલી લગાવવામાં આવી હતી. કંપનીનો ઈશ્યુ 1.75 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) નો હિસ્સો 3.01 વખત સબસ્ક્રાઇબ થયો હતો. તે જ સમયે, રિટેલ રોકાણકારોનો હિસ્સો 1.37 ગણો ભરાયો હતો. જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અનામત હિસ્સો 82% ભરાયો હતો.


ગ્રે માર્કેટના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, લિસ્ટિંગના એક દિવસ પહેલા 26 મેના રોજ, પારાદીપ ફોસ્ફેટ્સના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ પ્રતિ શેર 0.50 પૈસા હતું. તે ખાનગી ક્ષેત્રમાં દેશની બીજી સૌથી મોટી નોન-યુરિયા અને ડીએપી ઉત્પાદક છે. તેની શરૂઆત 1981માં થઈ હતી. તે વિવિધ પ્રકારના ખાતરોનું ઉત્પાદન અને વેપાર કરે છે.


કંપનીએ રૂ. 1,501 કરોડનો ઇશ્યૂ જારી કર્યો હતો. આમાં રૂ. 499.73 કરોડની ઓફર ફોર સેલ (OFS) પણ સામેલ છે. ઝુઆરી મેરોક ફોસ્ફેટ્સ પ્રાઈવેટ લિમિટેડ (ZMPPL) પારાદીપ ફોસ્ફેટ્સમાં 80.45 ટકા હિસ્સો ધરાવે છે. બાકીનો 19.55 ટકા હિસ્સો ભારત સરકાર પાસે છે. સરકારે આ ઈસ્યુ દ્વારા પોતાનો સમગ્ર હિસ્સો વેચી દીધો છે.


IPO ની વિગતો 


પરદીપ ફોસ્ફેટ્સ IPO


તે ક્યારે ખુલશે - 17 મે 2022


તે ક્યારે બંધ થશે - 19 મે 2022


પ્રાઇસ બેન્ડ - શેર દીઠ રૂ. 39 - 42


લઘુતમ રોકાણ - રૂ. 13,650


લોટ સાઈઝ - 350 શેર


ઈશ્યુ સાઈઝ - 1501 કરોડ


IPOના લીડ મેનેજર


કંપનીના લીડ મેનેજરોની યાદીમાં Axis Capital, ICICI સિક્યોરિટીઝ, JM Financial Consultants Pvt અને SBI Capital Markets અને રજિસ્ટ્રાર Link Intime India Pvt.ના નામનો સમાવેશ થાય છે.